કૃષિ મંત્રીએ ખેડૂતોને આપી સુફિયાણી સલાહ, રાજ્યમાં વેચાઇ રહ્યું છે નકલી બિયારણ

એક તરફ ખેડૂતો વાવણી ની તૈયારીઓ કરી રહ્યા છે તેવા સમયે નકલી બિયારણ, ખાતર અને નકલી જંતુનાશક દવાઓ વેચાઈ રહી હોવાના કૃષિ મંત્રી આર. સી. ફળદૂના વિવાદાસ્પદ નિવેદન પછી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. 

કૃષિ મંત્રીએ ખેડૂતોને આપી સુફિયાણી સલાહ, રાજ્યમાં વેચાઇ રહ્યું છે નકલી બિયારણ

જૂનાગઢ: એક તરફ ખેડૂતો વાવણી ની તૈયારીઓ કરી રહ્યા છે તેવા સમયે નકલી બિયારણ, ખાતર અને નકલી જંતુનાશક દવાઓ વેચાઈ રહી હોવાના કૃષિ મંત્રી આર. સી. ફળદૂના વિવાદાસ્પદ નિવેદન પછી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. બે વર્ષ પહેલા નકલી બિયારણ અને નકલી ખાતરના કારણે પાયમાલ થયેલા ધણફુલીયા ગામના ખેડૂતના પરિવાર અને ગ્રામજનો આજે પણ દુઃખી છે અને ખેડૂતોની આત્મહત્યા બંધ કરાવવા સરકારને સંદેશ આપી રહ્યા છે.

જૂનાગઢ પાસે આવેલું ધણફુલીયા ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ ખેડૂત પરષોત્તમભાઇ વશરામભાઇ ચાવડાનો નોધારો પરિવાર, પરષોત્તમભાઇ ચાવડા અત્યારે હયાત નથી કારણ કે તેમને થોડા સમય પહેલા ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. એટલે પરષોત્તમભાઈના પત્ની સંતોક બેન તેમના પતિની તસવીર સામે જોઈને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડે છે. સરકારની નીતિઓને કોસે છે, પરષોત્તમભાઇ એ આત્મહત્યા કરવાનું કારણ નકલી બિયારણ અને નકલી ખાતર હતું. એ દિવસો યાદ કરીને સંતોક બહેન કહે છે કે તે વર્ષે બેન્કનું કરજ લઈને વાવણી કરી હતી પરંતુ ખેતરમાં કઈ થયું જ નહિ કારણ કે નકલી બિયારણ આવી ગયું હતું. પછી તરફ બેન્કનું કરજ અને બીજી તરફ પરિવારની જવાબદારી હતી બંને છેડા ભેગા ન થાય માટે તેમણે ખેતરે જઈને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી.  

ગરીબીમાં જીવન ગુજારો કરતા પરષોત્તમભાઇ ચાવડાની આત્મહત્યાની ગોજારી ઘટનાને યાદ કરતા સંબંધી ખેડૂત યુવાન વજુભાઇ ચાવડા ખેડૂતોની વેદના વર્ણવી રહ્યાં છે, ખેડૂત યુવાનનું કહેવું છે કે નકલી ઉત્પાદનોના કારણે ખેડૂત દિન પ્રતિદિન પાયમાલ થતો જાય છે, એટલે સરકારે બધું બંધ કરાવવું જોઈએ જો સરકાર ધ્યાન નહિ આપે તો પરષોત્તમભાઇ જેવા અનેક ખેડૂતો આવીજ રીતે આત્મહત્યા કરવાના છે. ખેડૂતો પાસે પૈસા નથી એટલે ઉધારમાં બધી ખરીદી કરે છે એટલે વેપારી બધુજ નકલી આપે છે. સરકાર ભલે કહે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થવાની છે પરંતુ જો ખેડૂત જીવતા હશે તો આવક બમણી થશે ને ?

ગુજરાતના કૃષિ મંત્રી આર. સી. ફળદૂનું આ પ્રકાર નું વિવાદાસ્પદ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે 90 ટાકા ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરી લીધી છે. કારણ કે મોટાભાગે ખેડૂતો પ્રથમ વરસાદ વખતે પોતાના ખેતરોમાં વાવણી કરતા હોય છે અને તેની તૈયારી બે મહિના પહેલા કરી લેતા હોય છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળું મારવાની વાત કરી છે. કારણ કે આ સમયે ખેડૂતોને સુફિયાણી સલાહ આપવી તેનો કોઈ અર્થ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news