Farmer protests: કિસાનોના ભારત બંધના એલાનને વડોદરાના વેપારીઓનું મળ્યું સમર્થન
વડોદરાના સૌથી મોટા હાથીખાના અનાજ કરિયાણા માર્કેટ એસોસિએશને ખેડૂતોના સમર્થનની જાહેરાત કરી છે. વેપારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું છે.
Trending Photos
વડોદરાઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર કિસાનો દ્વારા સતત 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કિસાનો દ્વારા ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. કિસાનોના ભારત બંધને રાજકીય પાર્ટીઓ સહિત અનેક પક્ષોનું સમર્થન મળી રહ્યું છે. હવે વડોદરાના વેપારીઓએ પણ ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
વડોદરાના વેપારીઓનું કિસાનોને સમર્થન
કિસાનો દ્વારા નવા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે કિસાનો અને ખેડૂતો વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત થઈ છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હવે કિસાનો અને સરકાર વચ્ચે 9 ડિસેમ્બરે ફરી બેઠક થવાની છે. આ પહેલા આઠ તારીખે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે.
ત્યારે વડોદરાના સૌથી મોટા હાથીખાના અનાજ કરિયાણા માર્કેટ એસોસિએશને ખેડૂતોના સમર્થનની જાહેરાત કરી છે. વેપારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું છે. 8 ડિસેમ્બરે હાથીખાના બજાર બંધ રહેશે. એસોસિએશનના પ્રમુખ નિમેષ મહેતાએ આ જાહેરાત કરી છે. વડોદરાના તમામ અનાજ કઠોળના વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે