અમદાવાદની જાણીતી RJએ તેના પૂર્વ પતિ વિરૂધ નોંધાવી પોલીસ ફરિયાદ

શહેરના જાણીતી રેડિયો જોકીએ પોતાના પૂર્વ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૂર્વ પતિ દ્વારા તેનો પીછો કરવામાં આવતો હોવાનો અને જન્મદિવસ પર ગિફ્ટ મોકલવા સહિતના આરોપો લગાવ્યા છે.

અમદાવાદની જાણીતી RJએ તેના પૂર્વ પતિ વિરૂધ નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના જાણીતી રેડિયો જોકીએ પોતાના પૂર્વ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૂર્વ પતિ દ્વારા તેનો પીછો કરવામાં આવતો હોવાનો અને જન્મદિવસ પર ગિફ્ટ મોકલવા સહિતના આરોપો લગાવ્યા છે. ત્યારે આરજે દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની જાણીતી આરજેએ 2018માં તેના પૂર્વ પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને હાલ તે તેના માતા પિતા સાથે રહે છે. આરજેએ પોતાના જન્મદિવસ પર ઓફિસ ગઇ હતી. તે દરમિયાન તેના પૂર્વ પતિ દ્વારા તેને એક ગિફ્ટ મોકલવામાં આવી હતી. જેમાં તેનું બાળપણના સ્વેટર અને ચોકલેટનો ડબ્બો ગિફ્ટ મોકલ્યો હતો. ત્યારબાદ તેણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદમાં તે પણ જણાવ્યું કે, તેના પૂર્વ પતિ પોતે અને અન્ય માણસો પાસે તેનો પીછો કરાવે છે.

જોકે આરજેએ આ અગાઉ પણ તેના પૂર્વ પતિ દ્વારા શારીરિક અને માનિસક ત્રાસ આપવા અને પૈસાની માગણી કરી માર માર્યો હોવાનો શાહીબાગ અને સાયબરક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગ પોલીસે આરજેના પૂર્વ પતિની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને જામીન પર પણ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news