ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવી ID પ્રુફ વગર વોટ આપવા પહોંચ્યા, પોણો કલાક અટવાયા

Gujarat Election 2022 : ડાયરા ગજવતા કિર્તીદાનને મત આપ્યા વગર જ પરત જવુ પડ્યુ... માન્ય દસ્તાવેજ વગર મતદાન કરવા પહોંચેલા કિર્તીદાન મત ન આપી શક્યા... ડિજીટલ દસ્તાવેજ લઈને આવ્યા હોવાથી ચૂંટણી અધિકારીએ પાછા મોકલ્યા....

ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવી ID પ્રુફ વગર વોટ આપવા પહોંચ્યા, પોણો કલાક અટવાયા

Gujarat Election 2022 ગૌરવ દવે/રાજકોટ : ડાયરાની દેશવિદેશ ફેમસ થયેલા ગાયક કિર્તીદાન ગઢવી ભારે ઉત્સાહ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા, પરંતું તેઓને લગભગ પોણો કલાક રાહ જોવી પડી હતી. માન્ય પુરાવા વગર વોટ કરવા જતાં કીર્તિદાન અટવાયા હતા. જેથી તેમને વોટ કરવા દેવાયા ન હતા. આખરે તેઓએ ઝેરોક્ષ પર સહી કરીને પુરાવો આપતા તેને માન્ય ગણાયા હતા, અને તેમને અંતે વોટ કરવા મળ્યો હતો. કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે ખુદ તેઓ જ ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા, અને ડિજીટલ ડોક્યુમેન્ટ્સના આધારે વોટ આપવા પહોંચ્યા હતા. 

ચૂંટણીમાં મતદાનના નિયમો હોય છે. જરૂરી પુરાવાના આધારે જ વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા મળે છે. પરંતુ ફેમસ લોકગાયક કીર્તિદાન ગઢવી પુરાવાની હાર્ડ કોપી લીધા વગર ડિજીટલ કોપીના આધારે વોટ કરવા પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં માધાપુર તાલુકા શાળામાં મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓએ મતદાર ઓફિસરે મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. ત્યારે અધિકારીએ કીર્તિદાનને કહ્યું કે, આધાર કાર્ડ લઈને આવો. કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર વોટ કરવા પહોંચ્યા હતા. ડાયરા ગજવતા કીર્તિદાન ગઢવી પોતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં મતદાનના નિયમોથી અજાણ જોવા મળ્યાં. કીર્તિદાન જરૂરી ડોક્યુમેન્ટ વગર જ મતદાન કરવા પહોંચ્યા હતા. 

જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી ચૂંટણી પ્રચાર બ્રાન્ડ એમ્બેસેડર જ મતદાન કરવામાં અટવાયા હતા. જેને કારણે તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. તેના બાદ તેઓએ ઝેરોક્સ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું. 

મતદાન કરતા અટકાવતાં ગુજરાતના આ ફેમસ લોકગાયકે ડિજિટલ ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હકીકત તો એ છે કે, ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં પણ તેઓે ચૂંટણીના નિયમોથી અજાણ હતા. તેમજ એવુ તો નથી કે આ કીર્તિદાન ગઢવીના જીવનનું પહેલુ મતદાન છે, જેથી તેઓને નિયમોની ખબર નહિ હોય. છતાં તેઓ પુરાવા વગર મતદાન આપવા પહોંચ્યા હતા, અને ચૂંટણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કે, ચૂંટણી પંચ દ્વારા વારંવાર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવાતા હોય છે. 
 
મતદાન કાર્ડ નહિ તો આ 12 ડોક્યુમેન્ટ્સ જરૂરી 
ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું હોય છે. જોકે, જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના  સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news