અમદાવાદમાં નકલી પોલીસનો આતંક, મોડી રાત્રે મીડિયાકર્મી લૂંટાયો

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે ઓફિસથી ઘરે જઈ રહેલા મીડિયાકર્મીને મણિનગરમાં લૂંટી લેવામાં આવ્યો. બે શખ્સોએ મીડિયાકર્મીને પોલીસની ઓળખ આપી હતી અને યુવકને લાફા ઝીંકી દીધા હતા. 

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક, મોડી રાત્રે મીડિયાકર્મી લૂંટાયો

જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે ઓફિસથી ઘરે જઈ રહેલા મીડિયાકર્મીને મણિનગરમાં લૂંટી લેવામાં આવ્યો. બે શખ્સોએ મીડિયાકર્મીને પોલીસની ઓળખ આપી હતી અને યુવકને લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને શખ્સો મીડિયાકર્મીનું એક્ટિવા લઈને થયા ફરાર થઈ ગયાં હતાં. હાલમાં મણિનગર પોલીસે લૂંટની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

502 વર્ષ બાદ આજે બુદ્ધ પૂર્ણિમા પર બની રહ્યો છે ખાસ સંયોગ, ધાર્યું કામ થશે

આ વિશે મીડિયા કર્મીએ કહ્યું કે, હું કાલે રાત્રે 12 વાગ્યે ઓફિસથી નીકળીને ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે ચાર રસ્તા પાસે બે અજાણ્યા શખ્સો આવ્યા, અને મને કહ્યું કે, પાછળ ચાર રસ્તા પર પોલીસ ઉભી છે. તેમણે મારી સાથે ઝપાઝપી કરી હતી, અને તે લોકોએ મને લાફા પણ માર્યા હતા. જતા જતા મારી એક્ટીવા લઈને ફરાર થઈ ગયા હતા. બંને નશાની હાલતમાં જણાતા હતા. આ ઘટના બાદ મેં તાત્કાલિક 100 નંબર પર ફોન કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news