નકલી કચેરીઓ, પોલીસ, અધિકારીઓ બાદ હવે નકલી N.A હુકમનું મોટું કૌભાંડ, 3ની ધરપકડ
આણંદ જિલ્લાનાં કંકાપુરા ગામની સીમમાં અનાજ દળવાની ધંટી માટે થ્રીફેઈઝ વિજ કનેકશન મેળવવા માટે અરજદારને રાસ ગામની મધ્ય ગુજરાત વિજ કંપનીનાં ઈજનેરએ કલાર્ક પાસે આ નકલી એન.એ હુકમનો પત્ર બનાવડાવી તેને અરજી સાથે રજુ કર્યો હતો.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: નકલી સરકારી કચેરીઓ, નકલી પોલીસ, નકલી અધિકારીઓ બાદ હવે નકલી એન.એ હુકમનું કૌભાંડ બહાર આવ્યું છે. આણંદ જિલ્લાનાં કંકાપુરા ગામની સીમમાં અનાજ દળવાની ધંટી માટે થ્રીફેઈઝ વિજ કનેકશન મેળવવા માટે અરજદારને રાસ ગામની મધ્ય ગુજરાત વિજ કંપનીનાં ઈજનેરએ કલાર્ક પાસે આ નકલી એન.એ હુકમનો પત્ર બનાવડાવી તેને અરજી સાથે રજુ કર્યો હતો,જે અંગે પર્દાફાસ થતા વિરસદ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ઈજનેર સહીત ત્રણ જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કંકાપુરા ગામની વાંટા સીમ વિસ્તારમાં રહેતાં સુરેશભાઈ પરમારના પિતા ભીખાભાઈના નામે ખેતીલાયક જમીન આવેલ છે. આ જમીનમાં અનાજ દળવાની ઘંટી શરૂ કરવા માટે સુરેશભાઈએ પોતાના પિતાના નામે થ્રી ફેઇઝ વીજ કનેકશન મેળવવા રાસ એમ.જી.વી.સી.એલ.ના જુનીયર ઇજનેર રઘુવિરસિંહ કમલેશભાઇ સીંધાને મળ્યાં હતાં. દરમિયાન એમ.જી.વી.સી.એલ.ના જુનીયર ઇજનેર ૨ઘુવીરસિંહ એ વીજ જોડાણનું કોટેસન બીલ રૂપિયા 4.52 લાખ આપેલુ હતું અને જો આ જમીન બીનખેતી ઉપયોગ માટેની હોય તો તમને આર્થિક ફાયદો થશે તેવું સુરેશભાઈને જણાવ્યું હતું.
થ્રિફેજ વિજ જોડાણ મેળવવા વિજ જોડાણ એસ્ટીમેટમાં ફાયદો થાય તે માટે સુરેશભાઈએ પોતાની જમીન બિનખેતી કરાવવાનું નક્કી કર્યું હતું. અને એન.એ હુકમની કામગીરી માટે રઘુવીરસિંહ સીંધાએ તેમનો પરિચય કચેરીનાં કલાર્ક રીકીનભાઈ જયંતિભાઈ પ્રજાપતીસાથે કરાવ્યો હતો. જે બાદ આ રીકીનભાઈ પ્રજાપતી એ રઘુવીરસિંહ સીંધા ના કહેવાથી એન.એ માટે ઓનલાઇન અરજી કરી, કોમ્પ્યુટરમાં બિનખેતી અંગેનો પૂર્વ જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવી ના નામનો બનાવટી હુકમ બનાવી, રાસએમ.જી.વી.સી.એલ કચેરીમાં જમા કરાવ્યો હતો.
વીઓઃ કંકાપુરા સર્વે નંબર 193 વાળી જમીનમા અરજદાર ભીખાભાઇ છગનભાઇ પરમારને બીન ખેતી પરવાનગી આપ્યા અંગેના કલેક્ટર આણંદના હુકમમાં દર્શાવેલ અધિકારીના નામ તેમજ હુકમની તારીખ બાબતે એમ.જી.વી.સી.એલ. સર્કલ કચેરીના અધિકારીઓને શંકા જતા આણંદ કલેક્ટર કચેરી ખાતેની જમીન-1 શાખામાં ટેલીફોનીક પુછપરછ કરી હતી. જે અંતર્ગત આણંદ કલેક્ટર કચેરી ખાતેની જમીન-1 શાખાના નાયબ મામલતદાર પિનેશકુમાર કીશોરભાઇ ચૌધરીએ આ સર્વે નંબર 193 વાળી જમીન અંગે તપાસ કરતાં, આ જમીનમાં બીનખેતી મેળવવા અંગે ઓનલાઇન મહેસુલ સંહીતાની કલમ 65 હેઠળ કોઇ અરજી થયેલ ન હોવાનું તેમજ કચેરી દ્વારા બીનખેતી પરવાનગી આપવા અંગે કોઇ હુકમ કર્યો ન હોવાનું જણાઈ આવ્યું હતું.
અરજદાર સુરેશભાઈ પરમાર, ડેપ્યુટી ઈજનેર રઘુવીરસિંહ સીંધા અને કલાર્ક રીકીનભાઈ પ્રજાપતીએ પોતાના આર્થિક ફાયદા સારૂ એકબીજાની મદદગારીથી કલેક્ટર ડી.એસ.ગઢવી ના નામવાળો બનાવટી હુકમ મેળવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઈ આચરી છે. હોવાનું ખુલતા આ બનાવ અંગે આણંદની કલેકટર કચેરીનાં જમીન-1 શાખાના નાયબ મામલતદાર પિનેશકુમાર કીશોરભાઇ ચૌધરીની ફરીયાદને આધારે વિરસદ પોલીસે સુરેશભાઈ ભીખાભાઈ પરમાર, રઘુવિરસિંહ કમલેશભાઇ સીંધા અને રીકીનભાઈ જયંતીભાઈ પ્રજાપતી વિરુદ્ધ ગુનો નોંધી ત્રણે્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે