અમદાવાદમાં અનેક હસ્તીઓની સારવાર કરનાર ડોક્ટર પાસે ડિગ્રી જ નહોતી, પોલીસે ઝડપ્યો !

ગ્રામ્ય એસ.ઓ.જી ની ટીમે એક બોગસ ડોકટરની નિધરાડ ગામમાંથી ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગર એલોપેથીક દવાખાનું ચલાવતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જેને પગલે સામે આવ્યું કે, આરોપી સુરેશ સુતરીયા મુનીકૃપા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતો હતો. જો કે તેની પાસે કોઇ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહોતી. તેમ છતા પણ તે બિનકાયદેસર રીતે દવાખાનુ ચલાવતો હતો. 
અમદાવાદમાં અનેક હસ્તીઓની સારવાર કરનાર ડોક્ટર પાસે ડિગ્રી જ નહોતી, પોલીસે ઝડપ્યો !

મૌલિક ધામેચા/અમદાવાદ : ગ્રામ્ય એસ.ઓ.જી ની ટીમે એક બોગસ ડોકટરની નિધરાડ ગામમાંથી ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગર એલોપેથીક દવાખાનું ચલાવતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જેને પગલે સામે આવ્યું કે, આરોપી સુરેશ સુતરીયા મુનીકૃપા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતો હતો. જો કે તેની પાસે કોઇ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહોતી. તેમ છતા પણ તે બિનકાયદેસર રીતે દવાખાનુ ચલાવતો હતો. 

હાલ પોલીસે દવાખાનાની તપાસ કરતા સામે આવ્યું કે, ઘુમા ખાતે રહેતો આરોપી સુરેશ સુતરીયા પોતે ડૉક્ટરની ડિગ્રી કે માન્યતા ધરાવતો નહોતો. તેમ છતાં પણ એલોપેથીક તબીબી પ્રેક્ટિસ ચલાવતો હતો. પેશન્ટને દવાઓ અને ઈન્જેકશન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા કરતો હતો. એટલું જ નહીં એસ.ઓ.જીની ટીમે જુદી-જુદી કંપનીઓની એલોપેથીક દવાઓ પણ દવાખાનામાંથી કબજે કરી મેડિકલ સાધનો અને ઇન્જેક્શન સહિત ૪૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

જોકે લોકોના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્ન હોવાથી એસ.ઓ.જીની ટીમે ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એકટની કલમ 30 મુજબ ગુનો નોંધી આરોપી સુરેશ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે તેની વધુ પૂછપરછ દરમિયાન સામે આવી શકે છે કે, છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે બોગસ પ્રેકટીસથી કમાણી કરતો હતો. સુરેશ સુતરિયા અત્યાર સુધી કેટલા રૂપિયા કમાયો અને કેટલા સમયથી પ્રેક્ટિસ કરતો હતો તે અંગેની તપાસ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news