સ્મશાનની પગદંડી મુદ્દે બે જૂથ આમને સામને, ગામ છાવણીમાં ફેરવાઇ ગયું

બે જુથો સામસામે આવી ગયા હતા. સ્મશાનની પગદંડી બંધ કરવાના મુદ્દે બે જુથો સામસામે આવી ગયા હતા. બંન્ને જુથો વચ્ચે થયેલી અથડામણમાં પાંચથી વધારે લોકોને ઇજા પહોંચી હતી. જો કે આ અથડામણ બાદ સોશિયલ મીડિયા પર ઝેર પ્રસરવાનું ચાલુ થઇ ગયું હતું. સામાન્ય અથડામણ ઉગ્રસ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતી પેદા થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ સ્થિતીને ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવી હતી.
સ્મશાનની પગદંડી મુદ્દે બે જૂથ આમને સામને, ગામ છાવણીમાં ફેરવાઇ ગયું

હિંમતનગર : બે જુથો સામસામે આવી ગયા હતા. સ્મશાનની પગદંડી બંધ કરવાના મુદ્દે બે જુથો સામસામે આવી ગયા હતા. બંન્ને જુથો વચ્ચે થયેલી અથડામણમાં પાંચથી વધારે લોકોને ઇજા પહોંચી હતી. જો કે આ અથડામણ બાદ સોશિયલ મીડિયા પર ઝેર પ્રસરવાનું ચાલુ થઇ ગયું હતું. સામાન્ય અથડામણ ઉગ્રસ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતી પેદા થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ સ્થિતીને ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવી હતી.

ગઢડામાં ગઇકાલે સવારે થયેલી જૂથઅથડામણ અંગે ગામના સરપંચ સહિત એક પણ અગ્રણી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર સવારે 09.30 વાગ્યે તલાટીનો વિદાય સમારંભ પુર્ણ થતા બાદ વાડોલ તરફ જતા બાયપાસ પર આવેલા દરબારોના જૂના સ્મશાનમાંથી પગદંડી રસ્તો ચાલુ કરાતા કેટલાક યુવાનોએ બંધ કરવાનો પ્રયાસ કરતા સામેના વિસ્તારમાં રહેલા કેટલાક રહીશોએ વિરોધ કરતા ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ બંન્ને કોમના ટોળેટોળા એકઠા થવા લાગ્યા હતા. લાકડી અને ધોકા લઇઆવીને પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. ગલ્લા-કેબિન વાહનોની તોડફોડ થઇ હતી. ઘટનાને પગલે ગઢતા ગામમાં કોમી તોફાનો પણ થયા હતા. જેના કારણે લોકોના ટોળા એકત્ર થવા લાગતા સ્થિતી તંગ બની હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના કારણે સામાન્ય બાબતને કોમી રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો. ગામનો કોમી એખલાસ તોડવાનો પ્રયાસ કરાયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર સ્થિતીને કાબુમા લીધી હતી. સ્થાનિક એસઓજી, એલસીબી, રૂરલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બંન્ને જુથના અગ્રણીઓ સાથે વાત કરીને સ્થિતીને કાબુમાં લીધી હતી. હાલ પોલીસે બંન્ને જુથની સામસામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news