ભયંકર ગરમી વચ્ચે ગુજરાતનું મોસમ કરવટ બદલશે, રાહત થાય તેવી નવી આગાહી

Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને જશે પાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે થશે કાળઝાળ ગરમીનો અહેસાસ 

ભયંકર ગરમી વચ્ચે ગુજરાતનું મોસમ કરવટ બદલશે, રાહત થાય તેવી નવી આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. જેમાં સૌથી વધારે ભૂજમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 41.1, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.4, વડોદરા 39.4 ડિગ્રી તાપમાન, અમદાવાદ શહેરમાં 39.9, ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ગરમીનો પારો સતત વધ્યો છે, ત્યારે આ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે. 

રાજ્યમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીમાં ઘટાડો થઈ શકે છે. ત્યારે ગરમીમાં થોડી રાહતના સંકેત દેખાઈ રહ્યાં છે. 

આ વચ્ચે નવી આગાહી આવી છે. આગાહી અનુસાર, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે. તો રાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી છે. દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે. તો અમદાવાદમાં ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન રહેશે. 

વાતાવરણમા અસહ્ય બફારો
ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળ્યો છે. હજી આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ગરમીનો માર સહન કરવો પડશે. નવી આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ ગરમીનો પારો ઘટશે. ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે જ ગરમીમાં થોડી રાહત થવાના અણસાર છે. 

મંગળવારે ગરમીના પારાની વાત કરીએ તો દિવસભર ગરમ પવનો ફૂંકાયા હતા. જેની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં વધીને 39.9 ડિગ્રી પર પહોંચી ગયુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news