Rain Alert : આગામી 3 કલાક માટે ભયાનક આગાહી : ગુજરાતમાં હિમાલય જેવા ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે

Gujarat Weather Forecast :  આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,,, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા પોરબંદર, અમરેલી, બોટાદ, સુરત, નવસારી અને વલસાડમાં પડી શકે છે ભારે વરસાદ

Rain Alert : આગામી 3 કલાક માટે ભયાનક આગાહી : ગુજરાતમાં હિમાલય જેવા ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે

Ambalal Patel Monsoon Prediction : આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે, કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તો આ સાથે જૂનાગઢ, સોમનાથમાં વરસાદનું રેડ અલર્ટ છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, આવતી કાલે રવિવારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે. 10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ આગાહીમાં અમદાવાદ પણ બાકાત નથી. અમદાવાદમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 

આગામી 3 કલાક સાચવજો 
હવામાન વિભાગની આગામી ત્રણ કલાકને લઈને ઘાતક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈને નાઉ કાસ્ટ જાહેર કરાયું છે. જે મુજબ, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, વડોદરા અને ખેડામાં પણ વરસાદ રહેશે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં મોરબી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. આ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. 

10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજથી લઈને 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.8 જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર,અમરેલી,ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે. તો 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.10 જુલાઇથી વરસાદની ગતિ ધીમી પડે તેવી શક્યતા છે. આ વરસાદી માહોલ ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હોવાની માહિતી છે.આજે પણ અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2023

 

ત્રણ દિવસ ક્યાં ક્યાં વરસાદ રહેશે

  • શનિવાર

નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી. જેમાં ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ રહેશે.

  • રવિવાર

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્થમાં અતિભારે વરસાદ પડશે. તો અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગરમા અને મોરબીમાં ભારે વરસાદ રહેશે.

  • સોમવાર

બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ, જ્યારે કે મહીસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2023

 

આમ, આગામી ત્રણ દિવસ એટલકે શનિવારથી સોમવાર સુધીની આગાહી ગુજરાતીઓ માટે ભારે બનીને રહેશે. ખાસ કરીને શનિવારે ખાસ સાચવવા જેવું છે. 

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના આંકડા અનુસાર, શુક્રવારે ગુજરાતના 166 તાલુકામાં વરસાદ વરસ્યો છે... ત્યારે વાત કરીએ તો અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો છે.. તો સિઝનનો 40 ટકા વરસાદ વરસ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news