દારૂબંધીની ઐસીતૈસી...! રાજ્યમાં રોજનો 35 લાખનો દારૂ પકડાય છેઃ ખુદ સરકારનો સ્વીકાર

ગાંધીના ગુજરાતમાં માત્ર કહેવાતી પુરતી જ દારૂબંધી, રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતા આંકડા વિધાનસભામાં આવ્યા સામે, રાજ્યમાં ૨૫૪ કરોડ રૂપિયાનો દેશી-વિદેશી દારૂ અને બિયર પકડાયો 
 

દારૂબંધીની ઐસીતૈસી...! રાજ્યમાં રોજનો 35 લાખનો દારૂ પકડાય છેઃ ખુદ સરકારનો સ્વીકાર

હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે દેશને આઝાદી અપાવનારા ગાંધીજીના જીવનમૂલ્યોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી. જોકે, આ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય એવું સરકારના પોતાના આંકડા બોલી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું છે કે, રાજ્યમાં દરરોજ રૂ.35 લાખનો દારૂ પકડાય છે.

ગાંધીના ગુજરાતમાં માત્ર કહેવાતી પુરતી જ દારૂબંધી જોવા મળી રહી છે. રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતા આંકડા ખુદ સરકારે જ વિધાનસભામાં રજૂ કર્યા છે. સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં  રૂ.254 કરોડનો દેશી-વિદેશી દારૂ અને બિયર પકડાયો છે. રાજ્યમાં દારૂ પકડાવાના સરેરાશ 222 બનાવ નોંધાય છે અને તેમાં પણ સુરત શહેરમાં સૌથી વધુ દારૂ પકડાય છે. 

રાજ્યમાં બનાસકાંઠામાં સૌથી વધુ રૂ.25.52 કરોડની કિંમતનો દારૂ પકડાયો છે. રાજ્યની રાજધાની કે જ્યાં મંત્રીઓનો વસવાટ છે અને સમગ્ર રાજ્યનો વહીવટ થાય છે એવા ગાંધીનગરમાં રૂ.10.54 કરોડનો દારૂ પકડાયો છે.        
 
દારૂ પકડાવા અંગેના ચોંકાવનારા આંકડા

  • છેલ્લા 2 વર્ષમાં 1.32 લાખથી વધુ દેશી દારૂ પકડાવાના કેસ 
  • છેલ્લા 2 વર્ષમાં 29989 વિદેશી દારૂ પકડવાના કેસ
  • રાજ્યમાં દરરોજ સરેરાશ 222 દારૂ પકડાવાની ઘટના 
  • દારૂ પકડાવાના સૌથી વધુ બનાવો સુરતમાં નોંધાય છે. 

રાજ્યના પ્રમુખ શહેરમાં દારૂ પકડાવાના કેસ

  • સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19689 બનાવો નોંધાયા
  • અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 12428 બનાવો નોંધાયા

છેલ્લા બે વર્ષમાં કયા શહેરમાં કેટલી કિંમતનો દારૂ પકડાયો
રાજ્યમાં રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠામાં સૌથી વધુ દારૂ પકડાય છે. સરકારના જણાવ્યા અનુસાર અહીં એક વર્ષમાં રૂ.25.52 કરોડનો દારૂ પકડાયો છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતના વલસાડ અને સુરત શહેરમાં પણ દારૂ પકડાવાના વધુ કિસ્સા બને છે.    

  • અમદાવાદઃ રૂ.18.72 કરોડ 
  • રાજધાની ગાંધીનગરઃ રૂ.10.54 કરોડ 
  • વલસાડઃ રૂ.24.92 કરોડ
  • વડોદરાઃ રૂ.18.64 કરોડ
  • સુરતઃ રૂ.16.47 કરોડ
  • અરવલ્લીઃ રૂ.16.12 કરોડ
  • સુરેન્દ્રનગરઃ રૂ.12.10 કરોડ
  • રાજકોટઃ રૂ.10.81 કરોડ
  • કચ્છઃ રૂ.10.18 કરોડ

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news