ગુજરાતી ફિલ્મ જગતમાં પણ ભાજપને બહુમતી, અચાનક કલાકારોને ભાજપનું ઘેલુ લાગ્યું
Trending Photos
ગાંધીનગર : ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજી આવી રહી છે ત્યારે વિવિધ જ્ઞાતી તથા સમાજના આગેવાનો સહિત અન્ય રાજકીય પક્ષના નેતાઓ અને આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતી કલાકારોને પણ ભાજપનું ઘેલું લાગ્યું હોય તે પ્રકારે એક પક્ષી એક ભાજપમાં જોડાઇ રહ્યા છે. ગુજરાતનાં અનેક કલાકારોએ આજે ભાજપ ગુજરાત પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા હતા. જેમાં પુર્વ નાણા મંત્રી અને કોંગ્રેસનાં સિનિયર નેતા બાબુભાઇ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવતે આજે અધિકારીક રીતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
આ ઉપરાંત પોતાની શાયરીઓ અને અભિનય થકી લોકોને ઘેલુ લગાડનાર અભિનેત્રી મમતા સોની, અભિનેત્રી જ્યોતિ શર્મા, ફાલ્ગુની રાવલ,નાટ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા પ્રશાંત બારોટ, અભિનેત્રી કામિની પટેલ, જાણીતા દિગદર્શક સની કુમાર, કચ્છ જિલ્લા પંચાયના પૂર્વ પ્રમુખ જાગૃતિ શાહ, સહિત અનેક ગણમાત્ર વ્યક્તિઓએ ભાજપનો હાથ પકડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આપમાંથી પણ વિજય સુંવાળાએ ભાજપમાં જોડાઇને ચકચાર મચી ગઇ હતી. સુંવાળા આપના મજબુત નેતાઓ પૈકી એક હતા. જો કે અચાનક તેણે આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ મહેશ સવાણીએ પણ રાજીનામું આપ્યું હતું. અનેક રિસામણા મનામણા છતા પણ સવાણી અને સુંવાળાએ આપને વિદાય આપી દીધી હતી. સુંવાળા ભાજપમાં જોડાયા હતા. જ્યારે સવાણીએ તો રાજકારણમાંથી સન્યાસ જ લઇ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે