સાવધાન! ચીનમાં તબાહી મચાવનાર કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરામાં પહેલો કેસ નોંધાયો

ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે. આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે.

સાવધાન! ચીનમાં તબાહી મચાવનાર કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરામાં પહેલો કેસ નોંધાયો

અતુલ તિવારી/અમદાવાદ: ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ચીનમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7 ના કેસ નોંધાયા બાદ ભારતમાં તેના કેસ નોંધાવવાનું શરૂ થઈ ગયું છે. ભારતમાં અત્યાર સુધી ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાંથી ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે બુધવારે તેની જાણકારી આપી છે. 

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે. આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે. જેના કારણે તંત્ર એલર્ટ પર છે. ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી વડોદરા આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે જીનોમ સિક્વન્સિગ માટે મોકલવામાં આવ્યો હતો. 

ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર દ્વારા ઓક્ટોબરમાં ભારતમાં  BF.7 ના પ્રથમ કેસની માહિતી સામે આવી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી ગુજરાતથી બે કેસ સામે આવ્યા છે, જ્યારે ઓડિશાથી એક કેસ સામે આવ્યો છે. કોર્પોરેશન દ્વારા આ મહિલાના સંપર્કમાં આવેલા ત્રણ લોકોનો પણ રિપોર્ટ જે તે સમયે કરવામાં આવ્યો હતો અને તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દર્દીએ હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી અને કોઈપણ પ્રકારની તકલીફ થઈ નહોતી. તેઓનું સેમ્પલ ખાનગી લેબ દ્વારા જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જેનું રિઝલ્ટ BF.7 વેરિયન્ટ આવ્યું હતું. જે તે સમય પર ગાઈડલાઇન મુજબ કુલ 3 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 

મહત્વનું છે કે, ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની ગઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? એ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ અંગે સ્પષ્ટતા:
આ પ્રકારના કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના  BF.7 and BF 12 સ્વરૂપથી સંક્રમિત દર્દી જુલાઇ-ઓક્ટોમ્બર-નવેમ્બર -૨૦૨૨ માં નોંધાયા હતા. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમા જ સારવાર આપવામાં આવી હતી. જેઓ સંપૂર્ણપણે સાજા અને સ્વસ્થ થઈ ગયા છે.

ઝડપથી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા રાખે છે BF.7
જેમ ચીનમાં કોવિડની સ્થિતિ સ્પષ્ટ છે કે BF.7, ત્યાં ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર ઓમિક્રોન BF.7 લોકોને જલદી શિકાર બનાવવાની તાકાત રાખે છે, જેના લક્ષણ પણ સંક્રમિત થયા બાદ જલદી જોવા મળે છે, જેનાથી લોકો સરળતાથી સંક્રમિત થઈ જાય છે. 

BF.7 સાથે જોડાયેલા લક્ષણ
સમાચાર પ્રમાણે BF.7 વેરિએન્ટ શ્વસન તંત્રના ઉપરી ભાગને ઇન્ફેક્ટ કરે છે. જેના કારણે નીચે જણાવવામાં આવેલા લક્ષણ જોવા મળે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news