ગુજરાતમાં કોરોના કરતાં પણ ખતરનાક વાયરસની એન્ટ્રી, હવાથી ફેલાઇ છે આ વાયરસ

એકતરફ કોરોના વાયરસથી આખી દુનિયામાં હાહાકાચ મચી ગયો છે, તો બીજી તરફ ગુજરાતના સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં ઘોડામાં ગ્લેડર નામનો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ એટલો ભયાનક હોય છે કે તે ફક્ત હવાથી ફેલાઇ છે અને જાનવરોથી માણસમાં ફેલાતા સમય લાગતો નથી. જાનવરો પાસેથી આ વાયરસ માણસોમાં ફેલાઇ છે. 

ગુજરાતમાં કોરોના કરતાં પણ ખતરનાક વાયરસની એન્ટ્રી, હવાથી ફેલાઇ છે આ વાયરસ

અમદાવાદ: એકતરફ કોરોના વાયરસથી આખી દુનિયામાં હાહાકાચ મચી ગયો છે, તો બીજી તરફ ગુજરાતના સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં ઘોડામાં ગ્લેડર નામનો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ એટલો ભયાનક હોય છે કે તે ફક્ત હવાથી ફેલાઇ છે અને જાનવરોથી માણસમાં ફેલાતા સમય લાગતો નથી. જાનવરો પાસેથી આ વાયરસ માણસોમાં ફેલાઇ છે. 

જોકે એક ઘોડાની અચાનક તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં તપાસ કરવામાં આવી તો ઘોડામાં ગ્લેંડર નામનો વાયરસ મળી આવ્યો. સારવાર દરમિયાન જ ઘોડાનું મોત થયું. વાયરસની પુષ્ટિ થયા બાદ ધોડાની સાથે રાખવામાં આવેલા બીજા ઘોડાની પણ તપાસ કરવામાં આવી, જેમાં તમા ચારેય ઘોડાનો ગ્લેંડર વાયરસ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ વન વિભાગ દ્વારા આ ઘોડાને ઝેરી ઇંજેક્શન આપી મોતને ઘાટ ઉતારીને રહેણાંક વિસ્તારથી દૂર દફનાવી દેવામાં આવ્યા. 

ઘોડામાં મળી આવેલા ગ્લેંડર નામના આ વાયરસને લઇને હવે વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. અનિમલ હસબેંડરી ડિપાર્ટમેન્ટ આસપાસના તમામ પાલતૂ જાનવરોની ચેકિંગ કરી રહ્યા છે, જેથી જો વાયરસ બીજા જાનવરોમાં ફેલાય તો તેને રોકી શકાય. તો બીજી તરફ તે ઘોડાના સંપર્કમાં આવનાર લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ વાયરસ માણસમાં પણ હવા દ્વારા ફેલાઇ છે. 

તમને જણાવી દઇએ કે ઘોડા પાળનાર અબ્દુલ સત્તાર પઠાણનો એક ઘોડો થોડા સમયથી બિમાર હતો. તે ઘોડાને પશુ દવાખાનામાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નિપજ્યું છે, તો બીજી તરફ બીજા ઘોડામાં પણ વાયરસ પોઝિટીવ આવ્યો. ગ્લેંડર વાયરસના પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો, ત્યારબાદ સંતરામપુર શહેર અને જિલ્લાના ઘોડા અને ગધેડાઓને મળીને 176 જાનવરોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આ વાયરસ ઘોડાની પ્રજાતિમાં વધુ જોવા મળે છે, જે માણસમાં પણ જાનવરના સંપર્કમાં આવતાં ફેલાઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news