LRD ની ભરતીમાં જોવા મળ્યો ઉત્સાહ, 10,459 જગ્યા સામે મળી 12 લાખ અરજી

લોકરક્ષક દળમાં ભરતી માટે અરજી કરવાની તારીખ 9 નવેમ્બરે સમાપ્ત થઈ ગઈ છે. અત્યાર સુધી 12 લાખ જેટલી અરજી મળી છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોએ પણ અરજી કરી છે. 
 

LRD ની ભરતીમાં જોવા મળ્યો ઉત્સાહ, 10,459 જગ્યા સામે મળી 12 લાખ અરજી

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10 હજાર 459 જગ્યાઓ માટે ભરતી કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા 9 નવેમ્બરે પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી 9.46 લાખ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી છે. જેમાં 6.92 લાખ પુરૂષ અને 2.54 લાખ મહિલા ઉમેદવારોની અરજી કન્ફર્મ થી છે. ફી ભરવા માટેની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. 

હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી
આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, છેલ્લા દિવસે કુલ 86188 અરજી મળી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ થઈ ગયું છે, જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય. લોકરક્ષક દળના ચેરમેન હસમુખ પટેલ દ્વારા અરજી મામલે ટ્વીટ કર્યા બાદ છેલ્લા બે દિવસથી હજારો યુવાનો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવતા વેબસાઇટનું સર્વર ડાઉન થયું હતું. વેબસાઇટ પર સર્વર ડાઉન થવાને કારણે ઘણા ઉમેદવારો અરજીઓ કરી શક્યા નહીં. એટલે અરજી કરવા તારીખ લંબાવવાની માંગ પણ ઉઠી છે. 

છેલ્લા દિવસે કુલ 86188 અરજી મળી

ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય.

— Hasmukh Patel (@Hasmukhpatelips) November 10, 2021

LRDની ભરતીનું ટાઈમ-ટેબલ    તારીખ
કોલ લેટર ઇસ્યુ થવાની તારીખ    20 નવેમ્બર
શારીરિક પરીક્ષા                  1થી 10 ડિસેમ્બર
લેખિત પરીક્ષા    માર્ચનું પહેલું અઠવાડિયું

હજુ અનેક યુવાનો અરજી કરવા ઈચ્ચે છે
લોકરક્ષક માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર હતી, અને ફી ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. પરંતુ અંતિમ દિવસોમાં ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોનો ઘસારો થતાં સર્વર ડાઉન થઈ ગયું હતું. હજુ ઘણા લોકો અરજી કરવાની તારીખ લંબાવવાની માંગ કરી રહ્યાં છે. 

અત્યાર સુધી 12 લાખથી વધુ અરજી આવી
લોકરક્ષક દળની ભરતીમાં અત્યાર સુધી 12 લાખ જેટલી અરજીઓ આવી છે. છેલ્લા દિવસે પણ 86 હજાર જેટલા લોકોએ અરજી કરી હતી. આ વખતે મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો પણ અરજી કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news