ઇલેક્ટ્રિશિયનના પુત્રએ 4 થી 5 કલાક અભ્યાસ કરી બાઝી મારી, જાણો સફળતાનો મંત્ર
બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે.
અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી અંદાજે 5.25 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. માર્ચ 2020માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી.ગતવર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું.
ત્યારે અમદાવાદ શહેરની વિજય નગર સ્કૂલમાં અભ્યાસ કરતા હર્ષ શાહે 98.90 પરસેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. હર્ષ શાહના પિતા પોતે ઇલેક્ટ્રિશિયન છે, દિલ્લી દરવાજા ખાતે પિતાની દુકાન આવેલી છે. માતા પ્રીતિ શાહ ગૃહિણી છે. ધોરણ 10માં વિદ્યાર્થીએ 96.75 પરસેન્ટાઇલ મેળવ્યા હતા.
હર્ષ શાહે જણાવ્યું હતું કે તે દરરોજ 4 થી 5 કલાક મહેનત કરતો હતો. તેને મુખ્યત્વે એકાઉન્ટ, સ્ટેટ, ઇક્કો બીએમાં મહેનત કરી હતી. હવે તેનો ધ્યેય BBA કરી આગળ જતાં MBA કરવાનું વિચારી રહ્યો છે.
આ તરફ મિશ્રા પ્રીતિએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 98.25 પરસેન્ટાઇલ મેળવ્યા છે. તો યશસ્વી શાહે 12 સામાન્ય પ્રવાહમાં 98.25 પરસેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. જ્યારે વેજલપુરની કામેશ્વર વિદ્યામંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી નિધી ચૌહાણે 99.54 પરસેન્ટાઇલ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે