એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર, 22 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની જાહેરાત કરી છે. બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. બનાસડેરીએ 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે અને આ ડેરી વર્ષે 9 હજાર કરોડનું ટન ઓવર ધરાવે છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર, 22 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત

અલકેશ રાવ, બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની જાહેરાત કરી છે. બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. બનાસડેરીએ 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે અને આ ડેરી વર્ષે 9 હજાર કરોડનું ટન ઓવર ધરાવે છે.

22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય
બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રાખવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોમ્બરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર થશે. 8 ઓક્ટોમ્બરે ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોમ્બરે ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરાશે.

20 ઓક્ટોમ્બરે મતગણતરી યોજાશે
9 ઓક્ટોમ્બરે મતદાન કરવામાં આવશે. 20 ઓક્ટોમ્બરે મતગણતરી યોજાશે. ચૂંટણી અધિકારી એફ.બી બાબીએ બનાસડેરીની ચૂંટણીની જાહેરાત સત્તાવાર કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news