જૂનાગઢ : વંથલીમાં ઝેરી ગેસની અસર થતા 15 ખાણીયાઓને થઇ અસર
Trending Photos
જૂનાગઢ : વંથલી તાલુકાનાં રવની બરવાળા ગામમાં 15 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થતા તંત્ર દોડતું થયું છે. પથ્થરની ખાણમાં ટોટાના બ્લાસ્ટ થતા ઝેરી ગેસ ફેલાયો હતો. જેની અસર 15 જેટલા લોકો પર થઇ હતી. ગામના વાડી વિસ્તારમાં ઘટના બની હતી. 108ને જાણ કરવામાં આવતા તત્કાલ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108ની પાંચ એમ્બ્યુલન્સને યુદ્ધનાં ધોરણે તમામ અસરગ્રસ્તોની સારવાર માટે લઇ જવા માટે ફાળવી દેવામાં આવી છે.
પ્રાણ પ્રિયા, પ્રીયાતત્વની જામીન અરજી અંગે 11 ડિસેમ્બરે થશે સુનાવણી
જુનાગઢના વંથલી તાલુકામાં વાડી વિસ્તારમાં પથ્થરો કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પથ્થરોને તોડવા માટે ટોટા ફોડવામાં આવતા હોય છે. જો કે આ ટોટા ફોડવા દરમિયાન અચાનક ઝેરી ગેસ ફેલાવાનાં કારણે ખાણમાં કામ કરી રહેલા ખાણીયાઓને ગેસની અસર થઇ હતી. તત્કાલ કામ અટકાવીને ઝેરી ગેસની અસર થઇ હોય તેવા તમામ ખાણીયાઓને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ 1 વ્યક્તિની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે