શિક્ષણ વિભાગ ઊંધમાંથી જાગ્યું, BU પરમિશન વગરની શાળાઓને ફટકારી નોટિસ

સ્કૂલ શરૂ કર્યા બાદ AMC અથવા શિક્ષણ વિભાગે જે તે સમયે કોઈ કાર્યવાહી કરી નહીં. હવે અચાનક શિક્ષણ વિભાગ તરફથી બીયુ મામલે સીલ થયેલી શાળાને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. 

શિક્ષણ વિભાગ ઊંધમાંથી જાગ્યું, BU પરમિશન વગરની શાળાઓને ફટકારી નોટિસ

અતુલ તિવારી, અમદાવાદઃ શિક્ષણ બોર્ડ શિક્ષણ બોર્ડ ફરી એકવાર અચાનક ઊંઘમાંથી જાગ્યું છે. બીયુ પરવાનગી ના હોય તેવી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જૂન મહિનામાં અમદાવાદ કોર્પોરેશને બીયુ પરમિશન ન હોય તેવી શાળાઓ સીલ કરી હતી. શાળા શીલ થયા બાદ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશનમાં અનેક રજૂઆત કરી છતાં કોઈ જવાબ ન મળતા આખરે સંચાલકોએ શાળાઓ ખોલીને શરૂ કરી દીધી હતી. 

સ્કૂલ શરૂ કર્યા બાદ AMC અથવા શિક્ષણ વિભાગે જે તે સમયે કોઈ કાર્યવાહી કરી નહીં. હવે અચાનક શિક્ષણ વિભાગ તરફથી બીયુ મામલે સીલ થયેલી શાળાને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. નોટિસ મળતા જ 7 દિવસમાં 5 પ્રશ્નોનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. 

શાળા સંચાલકોને પૂછ્યા આ પાંચ પ્રશ્નો
શાળા સીલ હતી તો હાલ કેવી રીતે અભ્યાસ કરાવો છો?

શાળાનું મકાન હાલ કાર્યરત છે કે કેમ ?

શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થયેલ છે કે કેમ ? જો હા તો આ જ મકાનમાં શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે ?

BUP પરમિશન મેળવેલ છે ? હા કે ના?

AMC એ સીલ કર્યા બાદ શાળા ખોલવાની મંજૂરી આપી છે? 

ઉપરોક્ત સવાલના જવાબ આપવામાં સંચાલક નિષ્ફળ રહે તો શિક્ષણ વિભાગે નિયમાનુસાર કાર્યવાહી કરવાની નોટિસ આપી છે.

જો કે આ નોટિસ સામે ઊભા થયા સવાલ
સીલ કરાયેલી શાળાઓએ જે તે સમયે જ્યારે સીલ ખોલીને અભ્યાસ કરવાનો શરૂ કર્યો, માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓના પરિણામ બનાવ્યા ત્યારે શું તેમને જાણકારી ન હતી કે શાળાઓ ખોલી દેવાઈ છે. સીલ કરાયેલી શાળાઓ શરૂ થઈ એ અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા હતા તો AMC એ કેમ જે તે સમયે કોઈ કાર્યવાહી ન કરી? હજુ સુધી AMC પોતે કેમ છે મૌન?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news