ગુજરાતના પેટાળમાં ફૂંફાડા નાંખે છે ભૂકંપનો નાગ, સુરતમાં આવ્યો ભૂકંપના મોટો આંચકો, માત્ર ફેબ્રુઆરીમાં 8 વાર ધરા ધ્રુજી
Earthquake In Surat : અત્યાર સુધી માત્ર કચ્છ-સૌરાષ્ટ્રમા ભૂકંપના આંચકા અનુભવાતા હતા, પરંતું હવે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે
Trending Photos
Gujarat Earthquake : તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે સ્થિતિ વધુ ખરાબ બની છે. આ ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 24,680ના લોકોના મૃત્યુ થયા છે. તો 85,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તુર્કીના 10 રાજ્યોમાં 3 મહિના માટે ઇમરજન્સી જાહેર કરાઈ છે. 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. જોકે, ગુજરાતની હાલત પણ તુર્કી જેવી જ છે. ગુજરાતનો કોઈ ભાગ એવો નહિ હોય, જ્યાં ધરામાં હલચલ થઈ ન હોય. શુક્રવારે રાતે સુરતમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. સુરતમાં ભૂકંપની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. જેમાં કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર દરિયામાં નોંધાયું હતું. પરંતું આખા ગુજરાતમાં છેલ્લાં 11 દિવસમાં 8 વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જે બતાવે છે કે, ગુજરાત ભૂકંપના શેષનાગ પર બેઠું છે.
સુરતમાં રાત્રે આવ્યો ભૂકંપનો આંચકો
સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ડરના માર્યે ઘરની બહાર આવી ગયા હતા.
આ પણ વાંચો :
11 દિવસમાં 8 વાર ભૂકંપના આંચકા
આંકડા મુજબ, ગુજરાતમાં માત્ર ફેબ્રુઆરી મહિનાના 11 દિવસમાં ગુજરાતમાં 8 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી મોટો આંચકો સુરતનો છે. સુરતમાં રાતે 3.8 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જ્યારે આ પહેલા 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા ઘણા સમયથી મોટાભાગના આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આંચકા અનુભવાતા હતો. જોકે, આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો છે.
મીતીયાળા ગામની ઊંઘ હરામ
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં છેલ્લાં કેટલાક મહિનાઓથી સતત ભુકંપના આંચકાઓ અનુભવાય રહ્યાં છે. જને કારણે ગ્રામજનોમાં રીતસરનો ફફડાટ પેસી ગયો છે. જોકે સોમવારે આવેલા ૩.૨ ની તીવ્રતાના આંચકાએ માત્ર મીતીયાળા જ નહી, આસપાસના ૨૦ જેટલા ગામોનાં લોકોની ઉંઘ હરામ કરી દીધી છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે