સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોએ મારી બાજી! ભાજપે મેન્ડેડ વાળા ઉમેદવારોનો કારમો પરાજય
વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થયો છે. જ્યારે ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થતાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. જી હા...ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રવિણભાઈ મણીભાઈ પટેલ જીતી ગયા છે. ભાજપે પ્રવિણભાઈ મણીભાઈ પટેલને પડતા મૂકીને મુકેશભાઈ જશવંતભાઈ પટેલને મેન્ડેડ આપ્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. 16 મત સાથે બળવાખોરો જીતી ગયા છે. જ્યારે અતુલ પટેલ બિનહરીફ જાહેર થયા છે.
વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થયો છે. જ્યારે ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. 16 વિરૂદ્ધ 6 મતથી બળવાખોરોનો વિજય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમુખ માટે ભાજપે મેન્ડેડ આપેલા મુકેશભાઈ જશવંતભાઈ પટેલનો પ્રવીણભાઈ મણીભાઈ પટેલ સામે પરાજય થયો છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપે ચંદ્રકાંભાઈ પરસોત્તમભાઈ પટેલને મેન્ડેડ આપ્યો હતો, જેમનો કૌશિકભાઈ મનહરભાઈ પટેલ સામે પરાજય થયો છે.
રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભાજપમાં ચિંતા વધી ગઈ છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી મંડળીઓના મતદારો મૂકવામાં વિવાદ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે