રાજ્યમાં હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ સ્ટેમ્પ મળશે: મહેસુલ મંત્રી કૌશિક પટેલ

સ્ટેમ્પ પેપરના કાળા બજારને નાથવા માટે રાજ્ય સરકારના મહેસૂલી મંત્રી કોશીક પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ-સ્ટેમ્પ મેળવી શકાશે. અને અલગ અલગ દરના ઇ સ્ટેમ્પ પર દસ્તાવેજોના નોંધણી પણ કરી શકાશે.

રાજ્યમાં હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ સ્ટેમ્પ મળશે: મહેસુલ મંત્રી કૌશિક પટેલ

હિતલ પારેખ/ગાંધીનગર: સ્ટેમ્પ પેપરના કાળા બજારને નાથવા માટે રાજ્ય સરકારના મહેસૂલી મંત્રી કોશીક પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ-સ્ટેમ્પ મેળવી શકાશે. અને અલગ અલગ દરના ઇ સ્ટેમ્પ પર દસ્તાવેજોના નોંધણી પણ કરી શકાશે.

મહેસુલ મંત્રી કૌશીક પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને રાજ્યની જનતાને ઇ સ્ટેમ્પ પર દસ્તાવેજોની નોંધણી કરી શકશે તેવી જાહેરાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં હાલ 474 સુવિધા કેન્દ્રો કાર્યરત છે. અને રાજ્યમાં હવે ઇ સ્ટેમ્પીંગના વ્યાપને વધારવાનો પ્રાયાલ કરવામાં આવશે. કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઇસ્ટેમ્પની સુવિધા શરૂ કરી દેવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વાર લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના નાગરિકોને દસ્તોવેજ પ્રક્રિયા વધુ સરળ અવે ઝડપી બનશે. સાથે સ્ટેમ્પ પેપરના વેચાણ માટે ઉદભવતા કાળા બજારનો અંત આવશે, સાથે કૃત્રિમ અછત, ગેરરીતી અને છેતરપીંડીના કિસ્સાઓ પર પણ નિયંત્રણ આવશે. ઇસ્ટેમ્પની સુવિધાનો વ્યાપ વધારવાથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઉદભવશે.

મહત્વનું છે,કે રાજ્ય સરકારના ઇસ્ટેમ્પ ઉપલબ્ધીના નિર્ણયને કારણે રાજ્યમાં નવી રોજગારીની તકો વધશે. અને એડવાન્સ સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂર રહેશે નહિ. રાજ્યના છેવાડાના ગામડાઓમાં વસતા નાગરિકોને આ સુવિધાને કારણે મોટો ફાયદો થશે. સાથે જ આ સ્ટેમ્પનું ડૂબલિકેશન પણ નહીં થાય.

રાજ્યમાં અત્યારે 35 નેશનલાઈઝ અને પ્રાઇવેટ બેંકો, 90 કો-ઓપરેટિવ બેન્કોની તમામ શાખાઓ, 1259 સ્ટેમ્પ વેન્ડર, 5500 કંપની સેક્રેટરી, 11500 સીએ, 3000 નોટરી લાયસન્સ ધારકો, 185 નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની અને 20000 સીએસસી સેન્ટરો પર ઇ સ્ટેમપિંગ સુવિધા શરૂ કરાશે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news