છેક ઓગસ્ટ મહિનામાં કામચલાઉ વિધાનસભામાં રજૂ થયું હતું ગુજરાતનું પ્રથમ બજેટ, આવો રોમાંચક છે ઈતિહાસ

E Samay Ni Vat Che : પહેલા બજેટની રસપ્રદ બાબત એ પણ છે કે એ સમયે બજેટ ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલમાં નહિ, પરંતુ ઓગસ્ટ મહિનામાં રજૂ કરાયું હતું. તારીખ હતી 22 ઓગસ્ટ 1960. કારણ કે ગુજરાત રાજ્ય 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું
 

છેક ઓગસ્ટ મહિનામાં કામચલાઉ વિધાનસભામાં રજૂ થયું હતું ગુજરાતનું પ્રથમ બજેટ, આવો રોમાંચક છે ઈતિહાસ

Gujarat Budget 2023 : ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું રૂ. ૩.૦૧ લાખ કરોડના કુલ કદ સાથેનું જે વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. પણ શું તમે જાણો છો ગુજરાતનું પહેલું બજેટ કેટલાનું હતું અને એ બજેટ કોણે રજૂ કર્યું હતું. 

આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1960. ગુજરાત અલગ રાજ્ય બન્યું હતું. નવા રાજ્ય તરીકે ગુજરાતની સામે અને પહેલી સરકાર સામે ઘણા પડકારો હતા. એમાંથી એક પડકાર હતો રાજ્યનું પહેલું બજેટ. જી હાં ગુજરાત રાજ્યનું પહેલું બજેટ વર્ષ 1960 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ બીજા કોઈએ નહીં પરંતુ ખુદ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. કારણકે એ સમયે તેઓ મુખ્યમંત્રીની સાથે સાથે નાણામંત્રીનો હવાલો પણ સંભાળતા હતા. પણ શું તમને ખબર છે આ બજેટ કેટલાનું હતું. એક રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતનું પહેલું બજેટ અંદાજે 115 કરોડ રૂપિયાનું હતું. ચોક્કસ આંકડો જોઈએ તો એક અબજ, ચૌદ કરોડ, બાણું લાખ છ્યાંશી હજાર રૂપિયાના કદનું આ બજેટ હતું. એટલે કે, 1,14,92,086 કરોડનું આ બજેટ હતું. એ સમયના બજેટમાં મહેસૂલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચ હતો 58 કરોડ 12 લાખ.

પહેલા બજેટની રસપ્રદ બાબત એ પણ છે કે એ સમયે બજેટ ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલમાં નહિ, પરંતુ ઓગસ્ટ મહિનામાં રજૂ કરાયું હતું. તારીખ હતી 22 ઓગસ્ટ 1960. કારણ કે ગુજરાત રાજ્ય 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી બજેટ રજૂ કરવા માટે ઓગસ્ટ મહિનો પસંદ કરાયો હતો. એ સમયે ગાંધીનગરમાં વિધાનસભા ગૃહ નહોતું. કામચલાઉ વિધાનસભા અમદાવાદથી આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 

ગુજરાતમાં વિવિધ તબક્કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોવાના કારણે રાજ્યનું બજેટ ત્રણ વખત લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપનાથી અત્યાર સુધીમાં જે બજેટ રજૂ થયા છે, એમાંથી અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં અત્યાર સુધીમાં 76 વખત બજેટ રજૂ થયા છે. શું તમે જાણો છો ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ કોણે રજૂ કર્યું છે. એ નામ છે વજૂભાઈ વાળા. જી હાં વજુભાઈ વાળાએ વિધાનસભામાં 18 વખત બજેટ રજૂ કર્યું છે જે સૌથી વધુ છે.

સમય જતા જતા ગુજરાતના બજેટનું કદ વધતું ગયું. 114 કરોડના બજેટને એક લાખ કરોડ પહોંચતા 57 વર્ષ લાગ્યા. છેલ્લા 6 વર્ષમાં દર ત્રણ વર્ષે એક લાખ કરોડનો વધારો થયો છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news