દ્વારકાના દરિયામાં હવે માણી શકાશે ક્રૂઝની મજા, વિદેશની જેમ લોકો પાણીમાં જોઈ શકશે ડોલ્ફીન!

Vibrant Gujara: દ્વારકામાં હવે વધુ એક નજરાણું ઉમેરાશે. ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે MoU થયાં છે. કરાર થતાં નજીકનાં ભવિષ્યમાં દ્વારકામાં ડોલ્ફીન ક્રૂઝ જોવા મળશે. 
 

દ્વારકાના દરિયામાં હવે માણી શકાશે ક્રૂઝની મજા, વિદેશની જેમ લોકો પાણીમાં જોઈ શકશે ડોલ્ફીન!

Vibrant Gujarat Global Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક બાક એક એવા MOU થયા છે જે જમીન પર આવશે ત્યારે ગુજરાતની દશા અને દિશા બન્ને બદલાઈ જશે. હવે તમે દ્વારકાના દરિયામાં ક્રૂઝની સવારી કરી શકશો. ક્રૂઝમાં જ ડોલ્ફીનને જોવાનો આનંદ ઉઠાવી શકશો. તો વિશ્વની સૌથી મોટી જરૂરિયાત સેમિકંડક્ટર પર મોટા કરાર પર હસ્તાક્ષર થયા.

દ્વારકાના દરિયામાં ક્રૂઝ સેવા શરૂ કરવા માટે ફોરેસ્ટ વિભાગે એક ખાનગી કંપની સાથે MOU કર્યા. તો ગુજરાતમાં આગામી સમયમાં હવામાં ઉડતી ટેક્સી અને હવામાં ઉડતી ડબલ ડેકર બસ જોવા મળે તો જરા પણ નવાઈ ન પમાડતા...કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવેલા કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતાના વિઝનની વાત કરતા કહ્યું કે, વિદેશમાં જે અત્યાધુનિક ટ્રાન્સપોર્ટની સુવિધા છે તેવી જ સુવિધા ભારતમાં લાવવાનો અમારો પ્રયાસ છે. જો ગડકરીની આ વાત જમીન પર ઉતરી તો ગુજરાતમાં વિકસિત દેશોને પણ શરમાવે તેવા દ્રશ્યો જોવા મળશે. 

દ્વારકામાં ડોલ્ફીન ક્રુઝ શરૂ થશે 
દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરાશે. જે માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાશે. ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ‘ડોલ્ફિન ક્રૂઝ’ ચલાવવાની તૈયારીમાં છે. ઈકો ટૂરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવશે. જેમાં નેચરાલિસ્ટ ડોલ્ફિન્સની વિવિધ પ્રજાતિઓ વિશે જાણકારી આપશે. આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અક્ષર ટ્રાવેલ્સ સાથે એમઓયુ કરશે. ક્રૂઝનું સંચાલન અક્ષર ટ્રાવેલ્સ કરશે. જે સંભવિત રીતે આ ક્રુઝની શરૂઆત માર્ચ મહિનાથી થશે.  

100થી વધુ લોકોને રોજગારી
ક્રૂઝનાં પ્રવાસીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ડોલફીન એરિયામાં ક્રૂઝમાં બેસીને ડોલફીન જોઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 100થી વધુ લોકોને રોજગારી મળે તેવો પ્રયાસ કરશે.

વાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે થયેલા અન્ય મહત્વપૂર્ણ MOUની કરીએ તો, ગુજરાત સરકાર અને સિમટેક  કંપની વચ્ચે 1250 કરોડના MOU થયા. આ નવા રોકાણથી એક હજારથી વધુ લોકોને રોજગારી મળશે. આ સાથે માઈક્રોન અને આર્સેલર મિત્તલ એજ્યુકેશન વચ્ચે મહત્વના MOU થયા. જેમાં ટેક્નિકલ એજ્યુકેશન પર ભાર મુકવામાં આવ્યો. સાથે જ સિસ્કો અને નામટેક વચ્ચે પણ MoU કરવામાં આવ્યા...જેમાં બંને કંપની શૈક્ષણિક ક્ષેત્રના પ્રોગ્રામ પર કામ કરશે. આ તમામ કરાર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં કરવામાં આવ્યા. 

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દર બે વર્ષે યોજાતી દેશની સૌથી મોટી ઈવેન્ટ છે. જેમાં દેશ જ નહીં પરંતુ વિદેશી રોકાણકારો અને રાષ્ટ્રધ્યક્ષો ભાગ લે છે. ગુજરાતમાં થયેલા આ તમામ MOU જ્યારે જમીન પર ઉતરશે ત્યારે ગુજરાત વિકસિત રાષ્ટ્રની હરોળમાં સામેલ થઈ જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news