કમોસમી વરસાદના કારણે ડાંગરની ખેતી કરનારા ખેડૂત અને પાક બંન્ને જમીનદોસ્ત

  જિલ્લાના કેટલાક તાલુકા વિસ્તારમાં 30 થી 40 કી.મીના ઝડપે ભારે પવન સાથે વરસાદ પડતાં જિલ્લામાં ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો એ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં સતત બે દિવસ વર્ષેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો. પાકમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં વધુ પડતો ડાંગર પાક ખેડૂતોએ કર્યો હતો. જો કે કેટલાક ખેડૂતો એ મકાઈ બાજરી સહિત મગફળીનો પાક કર્યો હતો. અચાનક વરસાદ આવતા ખેતરોમાં પાકેલો પાક કાપેલો પડ્યો હતો, ત્યારે ખેતરોમાં ઉભી ડાંગરો ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગરો જમીન દોસ્ત થઈ ગઈ હતી. ડાંગરોના પાકમાં પાણી ઘૂસી જવાથી પાક નિષ્ફળ નીવડ્યો છે. જેથી કુદરતી આફતના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકને રજુઆત કરી યોગ્ય વળતર આપવા સરકાર પાસે માંગ કરી છે. 
કમોસમી વરસાદના કારણે ડાંગરની ખેતી કરનારા ખેડૂત અને પાક બંન્ને જમીનદોસ્ત

મહિસાગર :  જિલ્લાના કેટલાક તાલુકા વિસ્તારમાં 30 થી 40 કી.મીના ઝડપે ભારે પવન સાથે વરસાદ પડતાં જિલ્લામાં ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો એ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં સતત બે દિવસ વર્ષેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો. પાકમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં વધુ પડતો ડાંગર પાક ખેડૂતોએ કર્યો હતો. જો કે કેટલાક ખેડૂતો એ મકાઈ બાજરી સહિત મગફળીનો પાક કર્યો હતો. અચાનક વરસાદ આવતા ખેતરોમાં પાકેલો પાક કાપેલો પડ્યો હતો, ત્યારે ખેતરોમાં ઉભી ડાંગરો ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગરો જમીન દોસ્ત થઈ ગઈ હતી. ડાંગરોના પાકમાં પાણી ઘૂસી જવાથી પાક નિષ્ફળ નીવડ્યો છે. જેથી કુદરતી આફતના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકને રજુઆત કરી યોગ્ય વળતર આપવા સરકાર પાસે માંગ કરી છે. 

મહીસાગર જિલ્લામાં મોટા ભાગના લોકો માત્રને માત્ર ખેતીને પશુપાલન પર નિર્ભર છે, ખેતીના આધારે જ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહયા છે, પરંતુ વારંવાર થઈ રહેલા ખેતીમાં નુકસાનના કારણે ખેડૂતોની કફોડી હાલત બની છે. જેથી કરીને પરિવાર સહિત ઢોરઢાંખરનું પેટ કઈ રીતે ભરવું તે સમસ્યામાં ડૂબ્યા છે, ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને લેખિતમાં રજુઆત કરતા ધારાસભ્યએ ખેતીવાડી મંત્રીને લેખિતમાં રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરી ખેતીમાં નુકસાન અંગે સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news