વડોદરામાં ડ્રગ્સનો મોટો વેપલો છતા પોલીસ મહોરા પકડીને ખુશ, મુખ્ય આરોપી માટે અંધારામાં ફાંફાં
Trending Photos
હાર્દિક દીક્ષિત/અમદાવાદ : શહેરમાં ચાલતા MD ડ્રગ્સના કાળા કારોબારનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. વડોદરા શહેરના બહુચરાજી રોડ પર એક મહિલા પોતાના ઘરની તિજોરીમાં MD ડ્રગ્સ રાખીને વેચાણ કરતી હતી. સમગ્ર રેકેટ ને કોણ કરતું હતું ઓપરેટ તેમજ કોને સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસને બાતમી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી રોડ પર નાનજી ચેમ્બર્સમાં પહેલા માળે આવેલા 120 નંબરના મકાનમાં પૂર્વી રાણા નામની મહિલા ડ્રગ્સનો સફેદ પાઉડર અને ડ્રગ્સના સીરીન છૂટકમાં વેચાણ કરે છે. જેને આધારે SOGની ટીમે મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પૂર્વી દિપકભાઇ રાણા(ઉ.33) અને તેનો સાગરિત ઇમ્તિયઝ જુમ્માશા દિવાન(ઉ.28) મળી આવ્યા હતા. પોલીસે MD ડ્રગ્સની પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી.
મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રુટને કમલમ્ ગણાવી કહ્યું આ નામથી ભડકવાની જરૂર નથી અને આખા હોલ હસી પડ્યોં
બંનેની અંગજડતી દરમિયાન મહિલા પૂર્વી રાણા પાસેથી MD ડ્રગ્સની પ્લાસ્ટિકની બે થેલી મળી આવી હતી. પોલીસે મકાનમાં તપાસ કરતા તિજોરીમાંથી MD ડ્રગ્સની પ્લાસ્ટિકની 6 થેલી મળી આવી હતી. આમ 48,100 રૂપિયાની કિંમતની MD ડ્રગ્સન કુલ 8 પ્લાસ્ટિકની થેલી મળી હતી. આ ઉપરાંત 2400 રૂપિયાની કિંમતના પેન્ટાઝોસીન ડ્રગ્સના 8 ઇન્જેક્શન મળી આવ્યા હતા. ડ્રગ્સના વેચાણના એક હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
પોલીસે 93,800 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઇમ્તિયાઝ દિવાનની અંગજડતી દરમિયાન તેની પાસેથી 45,700 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ મળ્યું હતું અને ડ્રગ્સના વેચાણના 3100 રૂપિયા મળી આવ્યા હતા. આમ પોલીસે બંને પાસેથી 93,800 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને 3 મોબાઇલ જપ્ત કર્યાં હતા. આમ કુલ 1,20,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહિલા પૂર્વી રાણા અને તેના સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી મિસ્કીનશા દિવાનને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે તેમજ પોલીસે ત્રણેય આરોપી સામે એનડીપીએસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ટોળકી યુવા પેઢીને ટાર્ગેટ કરતી હતી. ડ્રગ્સનું વેચાણ કરતો આરોપી 3 વર્ષથી ડ્રગ્સના ધંધા સાથે સંકળેયેલો છે. ઇમ્તિયઝ જુમ્માશા દિવાન છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે. તેની વિરૂદ્ધ 2018માં મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીન ડ્રગ્સના ઇન્જેક્શનની હેરાફેરી અને વેચાણ અંગેનો ગુનો નોંધાયો હતો. આરોપી મહંમદસફી મિસ્કીનશા દિવાન પૂર્વી રાણાના ઘરમાં ડ્રગ્સનો જથ્થો રાખતો હતો. પૂર્વી રાણા તેનું કમિશન લેતી હતી. જ્યારે ઇમ્તિયાઝ દિવાન ગ્રાહકો શોધીને ડ્રગ્સનું વેચાણ કરતો હતો.
જો કે આટલું મોટુ ડ્રગ્સ રેકેટ ચાલતું હોવા છતા વડોદરા વિસ્તાર પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. SOG દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સમગ્ર રેકેટનો પર્દાફાશ કરાયો હતો. જો કે જે ઝડપાયા તે માત્ર નાના ડ્રગ પેડલર છે જ્યારે મુખ્ય સપ્લાયર તો હજી ફરાર હોવા છતા પોલીસ અંધારામાં બે દિવસથી ફાંફા મારી રહી છે.બે દિવસ બાદ માત્ર બે પેડલરને દેખાડીને વડોદરા પોલીસ છાતી ફુલાવીને ફરી રહી છે. બીજી તરપ વડોદરા પોલીસ વડા તો વાત કરવાનાં મુડમાં જ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે