અમદાવાદ: માત્ર 30 હજાર રૂપિયાની લેતી દેતીમાં હાટકેશ્વરમાં થયુ ડબલ મર્ડર
અમદાવાદમા હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ભાઇપુરામાં 30 હજાર રૂપિયાની લેતીદેતીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. 2 મિત્રો વચ્ચે તકરારમાં સામસામે ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ ખુનીખેલમાં એક મહિલા અને તેનો પુત્ર પણ ગંભીર રીતે ધાયલ થયા છે. જોકે પોલીસે એક આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમા હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ભાઇપુરામાં 30 હજાર રૂપિયાની લેતીદેતીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. 2 મિત્રો વચ્ચે તકરારમાં સામસામે ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ ખુનીખેલમાં એક મહિલા અને તેનો પુત્ર પણ ગંભીર રીતે ધાયલ થયા છે. જોકે પોલીસે એક આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
રુપિયાની લેવણદેવડમાં બે મિત્રોએ સામસામે હત્યા થઈ ગઇ હતી. ઘટના કંઈક એવી છે કે, હાટકેશ્વરના ભાઇપુરામાં આવેલા બાબુભાઇની ચાલીમાં રહેતા સુરેશ સોનવણે તેના મિત્ર દિનેશ પાસેથી રૂપિયા 30 હજારની ઉઘરાણી માટે ગયો હતો. ત્યારે બન્ને વચ્ચે તકરાર થતા સુરેશ લોખંડની પાઈપ દિનેશના માથામા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની જાણ દિનેશના પરિવારને થતા દિનેશના કાકાએ બદલો લેવા સુરેશની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી. જેમા સુરેશની પત્ની અને પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા હતા.
સુરત: ખેલૈયાઓએ ‘સ્કેટિંગ શૂઝ’ પહેરી કર્યા હિપહોપ ગરબાના અનોખા સ્ટેપ્સ
મૃતક દિનેશ પવાર વાળના વેચાણનો ધંધો કરે છે. છ મહિના પહેલા ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી સુરેશે રૂપિયા 30 હજાર ઉછીના આપ્યા હતા. સુરેશને રૂપિયાની જરૂર હોવાથી તે દિનેશ પાસે અવારનવાર રૂપિયા માંગતો હતો. દિનેશે રૂપિયા આપવાની બદલે સુરેશને વાયદા કરતો હતો અને તેના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. સુરેશની ઉધરાણીથી કંટાળી ગયેલા દિનેશ તેની સાથે ઝઘડો કરવા માટે તેના ધરે ગયો હતો. જ્યા સુરેશે હુમલો કરતા દિનેશ ઇર્જાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત થયુ હતું. દિનેશનું મોત થતા તેના કાકા દામુ અને ફોઇનો દિકરો મંગલ ઉશ્કેરાયા હતા. અને સીધા સુરેશના ધરે તલવાર અને ચપ્પુ લઇને પહોચી ગયા અને સુરેશની પણ હત્યા કરી દીધી હતી.
અંબાજી અકસ્માત: હૈયા ફાટ રૂદન સાથે મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ
ખોખરામા 30 હજાર રૂપિયા માટે બે મિત્રોની હત્યા થઈ. ત્યારે બન્ને પરિવારે પોતાના યુવાન દિકરાને ગુમાવ્યા છે. હાલમાં ખોખરા પોલીસે હત્યાની બે ફરિયાદ નોંધી જેમા મૃતક દિનેશના ભાઇ મહેશ પવારની ફરિયાદ લઈને સુરેશ સોનવણે વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે સુરેશની પત્ની મોસુબેનની ફરિયાદ લઈને દામુ અને મંગલ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે હત્યા કેસમાં દામુની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે