તમારા ઘરની બહાર બાળકો રમતા હોય તો સાવધાન! સુરતમાં 1 વર્ષની બાળકી સાથે મોટો કાંડ, એક આંખ ગુમાવી

સુરતના વરાછા વિસ્તારમાં ઘર બહાર રમતી 1 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા. જેથી શ્વાનના હુમલા બાદ બાળકીના રડવાના અવાજથી લોકો દોડી આવતા બાળકીને બચાવી લીધી હતી.

તમારા ઘરની બહાર બાળકો રમતા હોય તો સાવધાન! સુરતમાં 1 વર્ષની બાળકી સાથે મોટો કાંડ, એક આંખ ગુમાવી

પ્રશાંત ઢીવરે/સુરત: રખડતા શ્વાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વરાછામાં ઘર પાસે રમી રહેલી 1 વર્ષની બાળકી પર શ્વાનને હુમલો કર્યો છે. હુમલોમાં બાળકીની આંખ, હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. શ્વાનના હુમલોમાં બાળકીએ એક ગુમાવી છે. બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ બાળકીનું આંખનું ઓપરેશન કરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. 

1 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લીધા
સુરતના વરાછા વિસ્તારમાં ઘર બહાર રમતી 1 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા. જેથી શ્વાનના હુમલા બાદ બાળકીના રડવાના અવાજથી લોકો દોડી આવતા બાળકીને બચાવી લીધી હતી. જોકે બાળકીના આંખ પર ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ ખસેડાતા બાળકીના આંખનું ઓપરેશન કરવાની ફરજ છે વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે કોલોનીમાં બગદારામ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. તેની એક વર્ષની બાળકી લક્ષ્મી ઘર બહાર રમી રહી હતી. ત્યારે અચાનક કોઈ રખડતું શ્વાન ઘસી આવ્યું હતું અને ઘર બહાર રમતી બાળકીને શિકાર બનાવવાના ઇરાદે હુમલો કરી આંખ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 3, 2023

 
બાળકીની આંખને બચાવવા માટે ઓપરેશન
શ્વાનના એટેક બાદ બાળકીના રડવાના અવાજ સાંભળી લોકો દોડી ગયા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યા બાળકીની આંખમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. આજે બાળકીની આંખને બચાવવા માટે ઓપરેશન કરવાની ફરજ પડી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, એક વર્ષની બાળકીનું આંખનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બાળકીની આંખ ખૂબ જ ગંભીર હોવાથી ડોક્ટરોએ પણ પડકાર ઝીલ્યો છે. બાળકીની આંખને બચાવી લેવા મહેનત કરી રહ્યાં છે. ઓપરેશન થિયેટર બહાર પિતા પણ બાળકીની આંખ બચી જાય તે આશા રાખી રહ્યા છે.

 

રસીકરણ ખસીકરણની વાતો માત્ર કાગળ પર!
મહત્વની વાત છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે લ.ખાસ કરીને નાના બાળકો શ્વાનના વધુ શિકાર બની રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાનના હુમલાના ભોગ બનેલા લોકો ઇન્જેક્શન મૂકવા માટે પણ આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની અંદર એક અલગથી 24 કલાક માટે એક વોર્ડ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જ્યારે પ્રશ્ન એવો ઉભો થાય છે કે સુરત મહાનગરપાલિકા રસીકરણ ખસીકરણની વાતો કરતી હોય છે અને બીજી બાજુ શહેરમાં દિન પ્રતિ દિન શ્વાનના હુમલાઓ નાના બાળકો સહિત લોકો પર વધી રહ્યા છે. જ્યારે અગાઉ શ્વાનના હુમલાથી બે બાળકો સહિત ચાર લોકોના મોત પર ની નિપજ્યા છે. ત્યારે હાલ આજે વરાછાની માત્ર એક વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કરતા બાળકીએ એક આંખ ગુમાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news