કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો

ઘણાં લોકોને રખડતાં કૂતરા રમાડવાનો અને તેને ખાવાનું આપવાનો ખુબ શોખ હોય છે. જોકે, તેના કારણે સોસાયટીમાં રહેતાં પાડોશીઓને ખુબ પજવણી થતી હોય છે. તમારા ત્યાં પણ આવા નંગ હશે જ. જાણો આવા જ એક કિસ્સામાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. 

કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો

Gujarat High Court: અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં રખડતા કૂતરાનો ત્રાસ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિની વચ્ચે ઘણાં લોકોને રખડતા કૂતરા રમાડવાનો તેના પાળવાનો ખુબ શોખ હોય છે. તેને સોસાયટીમાં ભેગા કરીને જ્યાં ત્યાં ખાવાનું અને એઠવાડ નાંખીને ગંદકી કરતા હોય છે. જો તમને પણ આ રીતે રખડતા કૂતરા રમાડવાનો શોખ હોય તો તમે આખી સોસાયટીમાં કચરા, પોતું કરવાની અને સોસાયટીની સફાઈ કરવાની તૈયારી રાખજો. આ અમે નથી કહી રહ્યાં પણ કંઈક આ જ પ્રકારો ચુકાદો હાલ આવા કેસમાં કોર્ટે આપ્યો છે.

હાલમાં જ કૂતરાના ત્રાસ અને તેની સાથે તેને રમાડનારા પાડોશીના ત્રાસનો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૂતરાંનો ઉપદ્રવ વધતાં સોસાયટીના સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મ્યુનિ.ને કૂતરાં પકડી જવા હુકમ કર્યો છે. આ મામલો સામે આવ્યો છે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં. જ્યાં સોસાયટીમાં એક શખ્સ રોજ રખડતા કૂતરાઓને પકડી લાવતો હતો, અને તેને ખાવા નાંખતો હતો. ત્યાર બાદ તે આ રખડતા કૂતરાઓને રમાડવા બેસી જતો હતો. જોકે, તેની આ પ્રવૃત્તિને કારણે સમગ્ર સોસાયટીના રહીશોને હેરાનગતિ થઈ રહી હતી. ક્યારેક કૂતરું કોઈને કરડી જવાનો ડર રહેતો, તો આ સિવાય આખી સોસાયટીમાં કૂતરાને લીધે ગંદકી ફેલાતી હતી. 

દરેક સોસાયટીમાં હોય છે આવા એકાદ-બે નંગઃ
દરેક સોસાયટીમાં આવા એકાદ બે નંગ તો હોય જ છે જે પોતાના પરિવારના વૃદ્ધોની સેવા નથી કરતા પણ કૂતરાને ખવડાવવાના નામે આખા ગામના કૂતરા સોસાયટીમાં ભેગા કરીને બાળકો, વૃદ્ધો મહિલાઓ બધાને હેરાન હેરાન કરી દે છે. જો તમારા ત્યાં પણ આવો કોઈ નંગ રહેતો હોય તો એને ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો જરૂર વંચાવી દેજો. અથવા તમારી સોસાયટીના નોટીસ બોર્ડ પર સમાચાર લગાવી દો જેથી આવા લોકોની આંખો ઉઘડે.

શું બન્યો હતો બનાવ?
બનાવો એવો બન્યો કે, રખડતા કૂતરાં મામલે બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડો છેક હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો. સોસાયટીમાં રખડતા કૂતરાંને ખવડાવતા પાડોશી સામે પોલીસમાં અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. હાઈકોર્ટે કૂતરાંને ખવડાવનાર પાડોશીને તને કોર્પોરેશનના વોર્ડના કર્મચારીને 3 દિવસ સુધી આખી સોસાયટી સાફ કરવાની સજા કરી છે. અને કોર્પોરેશનને તાત્કાલિક કૂતરાંને પકડી લઇ જવા આદેશ કર્યો છે. શહેરના પાલડી વિસ્તારની સોસાયટીમાં બે પાડોશી વચ્ચે કૂતરાંને ખવડાવવા મામલે ઝઘડો ચાલતો હતો. પાલડીમાં રખડતાં કૂતરાંને રોજ ખાવા આપનારા રહીશ, મ્યુનિ. કર્મચારીને ત્રણ દિવસ સોસાયટી સાફ કરવા હાઈકોર્ટનો આદેશ કર્યો હતો. 

પાલડીના એક રહીશે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં રખડતા કૂતરાંની સંખ્યા વધી ગઇ હતી. પરતું સોસાયટીમાં રહેતા એક રહીશ દ્વારા સવાર- સાંજ કૂતરાંને ભેગા કરીને રમાડવામાં આવે છે. કૂતરા ભેગા કરીને તેના ખાવાનું નાંખવામાં આવે છે. કૂતરાં પાછળ પડતાં હોવાથી બાળકો રમવા જતાં પણ ડરે છે. વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને મંદિરે જતા વૃદ્ધો પાછળ કૂતરાં પડતા હોવાથી તેમની મુશ્કેલી વધી ગઈ છે. વૃદ્ધો માટે સોસાયટીમાં મુકેલા બાંકડા પર કૂતરાં બેસી રહે છે અને ગંદકી કરે છે. બાળકો પણ કૂતરાંના ડરથી કોમન પ્લોટમાં રમવા જતા ડરે છે. કૂતરાંને ખવડાવતા પાડોશીને જમવાનું નહીં આપવા મામલે સોસાયટીના રહીશોએ સમજાવ્યા છતાં તેમણે જમવાનું આપવાનું ચાલુ રાખ્યું હતું. છેવટે કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. કૂતરાંને પકડીને નહીં લઈ જતા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

સોસાયટીના એક શખ્સના આ ટેવને લીધે સોસાયટીમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓને કૂતરાંની હેરાનગતિ રહે છે. ઘરની બહાર નીકળતાની સાથે જ કૂતરાં ખાવાનું સમજીને પાછળ પાછળ આવે છે. બાળકો ડરના કારણે બહાર રમવા જઈ શકતા નથી. બાજુમાં રહેતી એક સગર્ભા વહેલી સવારે ઘરની બહાર નીકળતા જ કૂતરાંએ તેમના પર હુમલો કર્યો હતો. જેથી તે પડી ગઈ હતી. આ બનાવ બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે પાડોશીને સમજાવીને સમાધાન કરવા અને કૂતરાંને નહીં ખવડાવવા ચીમકી આપી હતી. તે છતા કૂતરાંઓને સોસાયટીના નાકા પાસે જમવાનું આપવાનું ચાલુ રાખતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે કોર્પોરેશનના જવાબદાર કર્મચારીઓને તાત્કાલિક કૂતરાંઓને અન્ય સ્થળે ખસેડવા અને 3 દિવસ સુધી આરોપી પાડોશી સાથે મળીને સોસાયટી સાફ કરવા નિર્દેશ કર્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news