હવે કોરોના રસી તમારા પેટનો ખાડો પણ પુરશે, સરકાર દ્વારા રસી લેનારને માલામાલ કરવાનું આયોજન
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતમાં રસીકરણ કરવા માટે સરકાર તનતોડ મહેનત કરી રહી છે. મહત્તમ લોકો રસીકરણ કરાવે તે માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કોરોનાથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાનું પણ સરકાર જણાવી રહી છે. તેવામાં શહેરી વિસ્તારમાં તો લોકો રસી લઇ રહ્યા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ રસીકરણ મુદ્દે ભારે નિરાશા જોવા મળી રહી છે. જેના કારણે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મહત્તમ રસીકરણ થાય તે માટે પ્રયાસો કરી રહી છે.
સરકાર દ્વારા હવે ગ્રામ્ય વિસ્તારનાં લોકો રસી લે તે માટે 2 NGO સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ જિલ્લા 10 ગામોમાં જે પણ વ્યક્તિ રસી લેશે તેને 1 કિલો કપાસીયા તેલ ગીફ્ટ સ્વરૂપે આપવામાં આવશે. 2 NGO સાથે કોઓર્ડિનેશન કરીને આ પાયલોટ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. જો તે સફળ રહેશેતો તેને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત જો આ પ્રોજેક્ટ સફળ રહેાશે તો તેમાં અનાજ સહિતની વસ્તુઓ પણ ઉમેરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, 2 NGO દ્વારા રસી લેનારા વ્યક્તિઓને અલગ અલગ ગીફ્ટ આપવામાં આવી રહી છે. જેમાં એક એનજીઓ દ્વારા તેલ અપાઇ રહ્યું છે. તો અન્ય એક એનજીઓ દ્વારા અનાજ અને અન્ય મસાલા આપવામાં આવી રહ્યા છે. સાણંદ તાલુકાના નલખાંઠા વિસ્તારના ગામોમાં આ અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ 10 ગામથી વધારીને 67 ગામોમાં વ્યાપ્ત કરવામાં આવે તેવું લક્ષ્યાંક પણ મુકવામાં આવ્યું છે. સ્કિમથી આકર્ષાઇને ગામડાના લોકોનું મહત્તમ રસીકરણ થાય તેવો અભિગમ સેવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે