સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન‘પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ’

સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે સફાઇ કામગીરી દરમિયના કેમેરા સામે જ બોલ્યા હતા, ત્યાર બાદ વિવાદ થતાં મોડી સાંજે ફેરવી તોળ્યું કે મેં તો પાણીના પાઉચ પીવા અંગે કહ્યું હતું

સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન‘પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ’

ભરૂચ: વડાપ્રદાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનનો ભાગ બની સ્વચ્છતા કરી રહેલા ભરૂચના સાંસદનું એક વિવાદિત નિવેદન કર્યા બાદ મોડી સાંજે ફેરવી તોળ્યું હતું.  સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા કેમેરાની સામે એવું બોલ્સયા હતા કે,  ‘પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ’. 

આ ઘટનાને કારણે વિવાદ સર્જાયો હતો. વાત આગળ વધી જતાં મોડી સાંજે સાંસદે ખુલાસો કર્યો હતો અને કહ્યું કે, મેં તો પાણીના પાઉચ પીવાની વાત કરી હતી, દારૂની પોટલી નહીં.

જોકે, સાંસદના પ્રથમ નિવેદનથી એવું સ્પષ્ટ થતું હતું કે, તેઓ દારૂ પીવા અંગે કહી રહ્યા છે. સાથે જ તેમના નિવેદનથી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ હતી કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે અને સાંસદ પણ જાણે છે. છતા પણ કોઇ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. 

બીજા અન્ય નેતા બોલ્યા‘ભાઇ આ ઓફ ધ રેકોર્ડ રાખજો’
ભરૂચના કસક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. જે દરમિયાન સફાઇ દરમિયાન તેમની હાથમાં દેશી દારૂની પોટલી આવતા મજાકના મુડમાં બોલ્યા કે પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ, આ વાક્ય બોલતા જ તે કેમેરામાં કેદ થયા હતા. તેમની સાથે રહેલા પક્ષના અન્ય સભ્યોને જાણ થઇ કે મનસુખ વસાવા દ્વારા બોલવામાં આવેલું વાક્ય કેમરામાં કેદ થયું છે. ત્યારે પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર બોલી ઉઠ્યા કે, ભાઇ આ ઓફ ધી રેકોર્ડ રાખજો. એટલે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સાંસદને ખબર હોવા છતાં પણ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. 

મનસુખ વસાવાએ મોડી સાંજે પોતાના નિવેદન બાબતે જણાવ્યું કે, તેઓ દારૂની પોટલી નહીં પરંતુ પાણીના પાઉચ અંગે બોલી રહ્યા હતા. તેમની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news