53 વર્ષથી પોતાની જમીન માટે લડી રહેલા વિસ્થાપિતોને આખરે પોતાનો હક્ક મળ્યો

ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના વિકાસ માટે 1969 માં વિસ્થાપિત બનેલ પરિવારોને આખરે 53 વર્ષે પોતાનો હક્ક મળ્યો હતો. ૩૦૦ ચોરસ મીટર જમીન માત્ર 1 રૂપિયાના ટોકન લઈને 99 વર્ષના હક્ક પત્ર મળતા નવાગામના લોકોએ આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું.ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા, મૂળ ૪૨ જેટલા જમીનધારક પરિવારો, અને તેમના વધેલા વંશ વારસદારો વિસ્થાપિત થયાના 6 દાયકા સુધી પોતાના હક માટે લડત ચલાવતા હતા. અનેક આવેદન અને આંદોલન બાદ આખરે 53 વર્ષે ગુજરાત સરકારે નવાગામ ખાતે આ પરિવારોને ૩૦૦ ચોરસ મીટર જમીન ઉપર હક્ક હોવાના લેખિત પત્ર અપાતા નવાગામના રહેવાસીઓ આજે આઝાદી મળી હોવાનું જણાવી રહ્યા છે. 
53 વર્ષથી પોતાની જમીન માટે લડી રહેલા વિસ્થાપિતોને આખરે પોતાનો હક્ક મળ્યો

હિતાર્થ પટેલ/ડાંગ : ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના વિકાસ માટે 1969 માં વિસ્થાપિત બનેલ પરિવારોને આખરે 53 વર્ષે પોતાનો હક્ક મળ્યો હતો. ૩૦૦ ચોરસ મીટર જમીન માત્ર 1 રૂપિયાના ટોકન લઈને 99 વર્ષના હક્ક પત્ર મળતા નવાગામના લોકોએ આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું.ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા, મૂળ ૪૨ જેટલા જમીનધારક પરિવારો, અને તેમના વધેલા વંશ વારસદારો વિસ્થાપિત થયાના 6 દાયકા સુધી પોતાના હક માટે લડત ચલાવતા હતા. અનેક આવેદન અને આંદોલન બાદ આખરે 53 વર્ષે ગુજરાત સરકારે નવાગામ ખાતે આ પરિવારોને ૩૦૦ ચોરસ મીટર જમીન ઉપર હક્ક હોવાના લેખિત પત્ર અપાતા નવાગામના રહેવાસીઓ આજે આઝાદી મળી હોવાનું જણાવી રહ્યા છે. 

1 રૂપિયાના ટોકન દરે 99 વર્ષ માટે રહેઠાણ પ્લોટ ફાળવણી પત્ર આપવા માટે વહીવટી તંત્રએ ખાસ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ કે.સી.પટેલ, ધારસભ્ય વિજય પટેલ અને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ ૧૯૬૦ માં મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ, સને ૧૯૬૫-૬૬ની સાલમા ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા, અહીના મૂળ ૪૨ જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન, રાજ્ય સરકારને સોંપી હતી. જેના બદલામા તત્કાલિન રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને સાપુતારાની બાજુમા આવેલા નવાગામ ખાતે ખસેડાયા હતા. ત્યારબાદ ગિરિમથક સાપુતારાનો તા.૧/૫/૧૯૬૬ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી સ્વ.હિતેન્દ્રભાઈ દેસાઇએ ગિરિમથક તરીકેનો પાયો નાખ્યો હતો.

ગુજરાતના એક માત્ર હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા સાપુતારાનો આજે વિકાસ જોઈ શકાય છે, ત્યારે આ વિકાસ પાછળ વિસ્થાપિત બનેલા લોકો વિકટ પરિસ્થિતિમા મુકાયા હતા. જેમના હાથમાં જમીનના હક પત્ર આવતા તેઓએ સરકારનો આભાર માનતા મંત્રી નરેશ પટેલને આજ રોજ અમને આઝાદી મળી હોવાનું કહ્યું હતું. અને મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના ચરણ સ્પર્શ કરી આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવાગામ ખાતે હાલ મૂળ 42 લાભાર્થી પરિવારને હક આપવામાં આવ્યા છે. જોકે ઘણા સમયથી અહીંયા વસવાટ કરતા 17 થી વધુ પરિવાર જેઓને હક મળવાના બાકી છે, તેમને પણ આગામી સમયમાં રહેઠાણના હક મળશે તેવું મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news