ગુજરાત ડાયાબિટીસનું કેપિટલ બન્યું! કિડનીને સ્વસ્થ રાખવા જાણો શેનાથી સાવધ રહેવાની છે જરૂર?

રાજ્યના IKDRC દ્વારા કાર્યરત 69 ડાયાલીસીસ સેન્ટરમાં દરમહીને 25,000 ડાયાલીસીસ સહિત દરવર્ષે 3 લાખ ડાયાલીસીસ વિનામૂલ્યે કરાઈ રહ્યા છે. IKDRC દ્વારા છેલ્લા 10 વર્ષમાં 15 લાખ કરતા વધુ ડાયાલીસીસ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. ભારતમાં અંદાજે 2 લાખ જેટલા દર્દીઓ એવા છે જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. 

ગુજરાત ડાયાબિટીસનું કેપિટલ બન્યું! કિડનીને સ્વસ્થ રાખવા જાણો શેનાથી સાવધ રહેવાની છે જરૂર?

અતુલ તિવારી/અમદાવાદ: આજકાલ રાજ્યમાં કિડનીને લઈને લોકોને અનેક સમસ્યાઓ થઈ રહી છે. ત્યારે કિડનીને સ્વસ્થ રાખવા ડાયાબિટીસથી સાવધાન રહેવાની જરૂર ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે. રાજ્યમાં કિડનીની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓમાં ડાયાબિટીસની સમસ્યા સૌથી મોટું કારણભૂત હોવાનું સામે આવ્યું છે. IKDRC ના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ કહ્યું કે ગુજરાત ડાયાબીટીસનું કેપિટલ માનવામાં આવે છે. ડાયાબીટીસ જેમનામાં અનિયંત્રિત છે, કેટલાય એવા છે જેમને ડાયાબીટીસ પોતાને છે એ અંગે જાણકારી ધરાવતા નથી. 

ડાયાલિસિસના હજારો દર્દીઓને રાહત આપવા અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર - IKDRC દ્વારા રાજ્યમાં ક્યાંય પણ, કોઈને પણ નિઃશુલ્ક ડાયાલીસીસ સેવાઓ પ્રદાન કરવા માટે અખિલ ગુજરાત સંકલિત નેટવર્ક 'વન ગુજરાત - વન ડાયાલીસીસ' યોજનાનું અનાવરણ કરાયું. રાજ્યમાં ફેલાયેલા 79 જીડીપી સેન્ટરમાં કોઈપણ સ્થળે નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત ડાયાલીસીસ સુવિધાઓનો દર્દીઓ ઉપયોગ કરી શકાશે. 

IKDRC દ્વારા સંચાલિત 500 મશીનોથી સજ્જ જીડીપી સેંટર્સ દર મહિને અંદાજે 30,000 ડાયાલીસીસ કરાઈ રહ્યા છે. વર્ષે 3 લાખ કરતા વધુ ડાયાલીસીસ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. IKDRC ના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ કહ્યું હતું કે, એકવાર દર્દીની રાજ્યના કોઈપણ જીડીપી સેંટર્સ ખાતે નોંધણી થઈ ગયા બાદ મેડિકલ હિસ્ટ્રી અને ડાયાલીસીસ ટાઈમલાઈન અન્ય કોઈપણ જીડીપી સેંટર્સ પર ઓનલાઇન એક્સેસ કરી શકાય છે. દર્દીને મૂળ સેન્ટર સિવાય અન્ય જગ્યાએ ડાયાલીસીસ સેવા લેવા માત્ર દર્દીએ માત્ર કોલ પર વિશેષ ઓળખ નંબર આપીને ડાયાલીસીસ સ્લોટ બુક કરવાનો રહેશે. ડાયાલીસીસ સેન્ટરો માત્ર શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં પણ આદિવાસી વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થયા છે. કોસ્ટલ એરિયામાં પણ ટૂંક સમયમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાની તૈયારી થઈ ચૂકી છે. વર્ષ 2023ના અંત સુધીમાં 50 વધુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરાશે. 

વિનીત મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, કિડની ફેલ થાય છે એવા 40 ટકા દર્દીઓમાં ડાયાબિટીસ જોવા મળે છે, એવા દર્દીઓમાં કિડની ફેલ થવા પાછળ ડાયાબીટીસ જવાબદાર હોય છે. કિડની ફેલ થતી હોય એવા નવા દર્દીઓની સંખ્યા દરવર્ષે અંદાજે 25 ટકા જેટલી વધી રહી છે.  

રાજ્યના IKDRC દ્વારા કાર્યરત 69 ડાયાલીસીસ સેન્ટરમાં દરમહીને 25,000 ડાયાલીસીસ સહિત દરવર્ષે 3 લાખ ડાયાલીસીસ વિનામૂલ્યે કરાઈ રહ્યા છે. IKDRC દ્વારા છેલ્લા 10 વર્ષમાં 15 લાખ કરતા વધુ ડાયાલીસીસ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. ભારતમાં અંદાજે 2 લાખ જેટલા દર્દીઓ એવા છે જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. 

મહત્વનું છે કે, ગુજરાતમાં અંદાજે 7 હજાર દર્દીઓ ડાયાલીસીસ પર છે, જેમને કિડનીની જરૂર છે. અનેક લોકો પોતાના પરિવારમાં કિડની કોઈ અન્યને આપવા માગતા હોય છતાંય તેમને પોતાને ડાયાબીટીસ હોવાથી આપી શકતા નથી. ભારતમાં ઓર્ગન ડોનેશનને લઈ અનેક ગેરમાન્યતાઓ છે, જો કે છેલ્લા બે વર્ષથી સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય કેટલીક સંસ્થાઓની મદદથી ઓર્ગન ડોનેશન માટે જનજાગૃતિ વધી છે. 109 લોકોને છેલ્લા એક વર્ષમાં અંગદાન થકી અંગો પ્રાપ્ત થયા છે. 

બીજા દેશોની તુલનામાં ભારતમાં અંગદાન અંગે જાગૃતિ ખૂબ ઓછી છે, પરંતુ દિલીપ દેશમુખ કે જેઓએ પોતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે એમની તેમજ સોટ્ટોની ટીમ દ્વારા અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news