સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ

નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ

જાવેદ સૈયદ/અમદાવાદ :નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સેપ્ટ યુનિવર્સિટીની નવરાત્રિ સમગ્ર અમદાવાદમાં વખણાય છે. અહીં નવરાત્રિ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે સેપ્ટમાં નવરાત્રિ દરમિયાન લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે.  8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે સેપ્ટના ગરબામાં ઘૂસીને મારામારી કરવાનો બનાવ બન્યો હતો. મેઘરાજ સિંહ, શક્તિ સિંહ અને અન્ય એક શખ્સ સેપ્ટના ગરબામાં ઘૂસ્યા હતા. ત્રણેયે પહેલા તો સિક્યોરિટી સાથે મારામારી કરી હતી, બાદમાં મોટો બખેડો કર્યો હતો. જેને કારણે ગુજરાત યુનિવર્સિટીની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ઘટનાના બે દિવસમાં પણ આ ત્રણેય શખ્સો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 

ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે આ મામલે ફેસબુક પર પોસ્ટ લખી હતી. ધર્મ પટેલ સેપ્ટ યુનિવર્સિટીનો પૂર્વ સ્ટુડન્ટ છે. જેની પોસ્ટ બાદ સમગ્ર વિવાદ ફરીથી સપાટી પર આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે મેઘરાજ સિંહ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ધર્મ પટેલે પોતાની પોસ્ટમાં મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news