કેનેડામાં વિઝિટર વિઝા પર બિઝનેસ કરી શકાશે કે નહિ? મોટાભાગના ગુજરાતીઓ કરે છે આ ભૂલ
Study Abroad : વિઝિટર વિઝા એપ્લાય કરતા સમયે આ ધ્યાનમાં રાખો કે, તમારે 6 મહિના કરતા ઓછા સમયમાં કેનેડામાં રહેવાનું છે અને કામ પત્યા પછી તમારે કેનેડાથી નીકળી જવાનું છે તેવુ કારણ વિઝા ઓફિસરને આપો
Trending Photos
Jobs In Canada : કેનેડા જનારો વર્ગ બહુ જ મોટો છે. મોટાભાગના ગુજરાતીઓ ત્યાં સેટલ્ડ થવાના ગોલ સાથે નીકળે છે. પરંતુ કેટલાક એવા પણ છે, જેઓ કેનેડામાં રહેતા પોતાના સગા સંબંધીઓને મળવા જતા હોય છે. કેટલાક કેનેડામાં ફરવા જવા માંગે છે. તો કેટલાક કેનેડામાં ધંધા અર્થે જવા માંગે છે. આવા લોકોને વિઝિટર વિઝાની જરૂર પડે છે. વિઝિટર વિઝા પર કેનેડા જઈને ત્યાં બિઝનેસ કરી શકાય એવો સવાલ અનેક ગુજરાતીઓને થાય છે. ત્યારે આ માટે ઇમિગ્રેશનના કેટલાક નિયમો છે. તે જાણી લેવા બહુ જ જરૂરી છે. કેનેડાના વિઝિટર વિઝા જોઈએ છે? આ 9 ભૂલ ક્યારેય ન કરશો, નહીંતર પસ્તાવું પડશે.
અનેક લોકોની કેનેડાના વિઝિટર વિઝાની અરજી નકારી કાઢવામાં આવે છે, કારણ કે તેઓ વિઝાની અરજીમા અસંખ્ય ભૂલ કરતા હોય છે. જેથી વિઝા ઓફિસર તેમની અરજી ફગાવે છે. તેથી તમારે આ ભૂલો બાબતે એલર્ટ રહેવાની જરૂર છે. નહિ તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે. કયા કારણોસર અરજી રિજેક્ટ થાય છે તે અહી જાણી લો. કેનેડામાં કેટલાક નિયમો છે જે જાણી લેશો તો તમે બિઝનેસ કરવા વિઝિટર વિઝા મેળવી શકો છો.
જો તે બિઝનેસ વિઝિટર પર કેનેડા જતા હોવ તો ધ્યાન રાખકો કે, તમે ત્યાંની જોબ માર્કેટમાં કામ નહીં કરી શકો. આ સમયમાં તમે કેનેડામાં બિઝનેસ વધારવાની તક શોધી શકો છો. આ દિવસો દરમિયાન તમે કેનેડામાં રહી શકો છો. વધુમાં વધુ 6 મહિના સુધી વિઝિટર વિઝામાં કેનેડામાં રહેવાની છૂટ મળતી હોય છે. તમે 6 મહિના કરતા વધુ રોકાવવુ હોય તો તમારે વર્ક પરમિટ માટે અરજી કરવી પડશે.
વિઝિટર વિઝા એપ્લાય કરતા સમયે આ ધ્યાન રાખો
વિઝિટર વિઝા એપ્લાય કરતા સમયે આ ધ્યાનમાં રાખો કે, તમારે 6 મહિના કરતા ઓછા સમયમાં કેનેડામાં રહેવાનું છે અને કામ પત્યા પછી તમારે કેનેડાથી નીકળી જવાનું છે તેવુ કારણ વિઝા ઓફિસરને આપો. આ સમયમાં તમે કેનેડામાં સુરક્ષાને લગતા રિસ્ક પેદા કરતા નહિ કરો તેવી ખાતરી પેદા કરવી પડશે.
વિઝિટર વિઝા સમયે શું કરશો
આ દરમિયાન તમે કેનેડામાઁથી માલસામાન ખરીદી શકો છો. અથવા તમારે વેચવાના માલનો ઓર્ડર લઈ શકો છો. મીટિંગ, કોન્ફરન્સ કરી શકો છો. તેમાં હાજરી આપી શકો છો. તમે કોઈ કેનેડિયન કંપની માટે કામ કરતા હોવ તો તે કંપની મારફત તાલીમ લઈ શકો. વિદેશી કંપનીની કેનેડિયન બ્રાન્ચને તાલીમ આપી શકો. તમે ઈક્વિપમેન્ટ કે સર્વિસ સેલ કરનાર કેનેડિયન કંપની પાસે તાલીમ લઈ શકો છો.
વિઝિટર વિઝા માટે આ ડોક્યુમેન્ટ્સ જરૂરી
પાસપોર્ટ અને બીજા ટ્રાવેલ ડોક્યુમેન્ટ જે તમારા રોકાણ દરમિયાન વેલિડ હોવા જરૂરી છે. વેલિડ વિઝિટર વિઝા. તમને eTAની જરૂર હોય તો તમારી એપ્લિકેશનમાં જેનો ઉલ્લેખ હોય તે પાસપોર્ટ જ ઉપયોગ કરવો પડશે. અન્ય ડોક્યુમેન્ટ્સ, જેમ કે વોરંટી અથવા સર્વિસ એગ્રીમેન્ટ્સ અથવા કોન્ટ્રાક્ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે