જૂનાગઢમાં ACBનું સફળ ઓપરેશન, નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

જૂનાગઢ કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા છે. અરજદારની જમીન બિનખેતી કરવા લાંચ માંગવામાં આવી હતી. અરજદારની ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવતાં નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાઈ ગયા હતા

જૂનાગઢમાં ACBનું સફળ ઓપરેશન, નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

સાગર ઠક્કર, જૂનાગઢ: જૂનાગઢ કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા છે. અરજદારની જમીન બિનખેતી કરવા લાંચ માંગવામાં આવી હતી. અરજદારની ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવતાં નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાઈ ગયા હતા. નાયબ મામલતદાર પાસેથી ACB ને લાંચની એક લાખની રકમ મળી આવી હતી અને લાંચની રકમ ઉપરાંત અન્ય રકમ પણ મળી આવી હતી જેને લઈને ACB એ વધુ તપાસ હાથ ધરી છે અને નાયબ મામલતદાર સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક જાગૃત નાગરીકે ACB માં ફરીયાદ કરી કે તેને પોતાની માલિકીની જમીન પર ધંધો કરવા માટે કારખાનું કરવું હોય અને અન્ય કોમર્શિયલ ઉપયોગ કરવાનો હોય તેને બિનખેતી કરાવવા ઓનલાઈન અરજી કરી હતી. જે બાબતે કલેક્ટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર વર્ગ 3 ના કર્મચારી જગદીશભાઈ ગોપાલભાઈ મકવાણા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેણે ચોરસ મીટર દીઠ રૂપીયા 30 લેખે વહીવટ કરવો પડશે તેમ જણાવીને લાંચ માંગવામાં આવી હતી. 30 રૂપીયા ચોરસ મીટર દીઠ બિનખેતી કરવાની કુલ જમીન માટે રૂપીયા 3.90 લાખની રકમ લાંચ પેટે આપવાની હતી, અનેક રકજક બાદ ત્રણ લાખ રૂપીયામાં વહીવટ કરવો પડશે જેમાં એક લાખ એડવાન્સ અને બે લાખ કામ પતી ગયા પછી આપવાનું નક્કી થયું હતું.

આ અંગે અરજદારે  ACB માં ફરીયાદ કરતાં ACB  ના મદદનીશ નિયામક બી.એલ. દેસાઈના સુપરવિઝનમાં પી.આઈ. એમ.એ.વાઘેલા સહીતના સ્ટાફ દ્વારા ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદાર જે. જી. મકવાણાને લાંચની એક લાખની રકમ સાથે રંગેહાથ ઝડપી લેવાયા હતા, લાંચની રકમ ઉપરાંત અન્ય દોઢ લાખની રકમ પણ તેના ટેબલમાંથી મળી આવતાં તે દિશામાં પણ  ACB એ તપાસ હાથ ધરી છે અને નાયબ મામલતદાર વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news