રાજ્યમાં નવજાત બાળકોના મોત મામલે ડે.સીએમએ કહ્યું: મુત્યુદર ઘટ્યો છે, ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1235 બાળકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ 253 બાળકો મોતને ભેટ્યા છે.

રાજ્યમાં નવજાત બાળકોના મોત મામલે ડે.સીએમએ કહ્યું: મુત્યુદર ઘટ્યો છે, ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત

અમદાવાદ: રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નિપજ્યાં છે, ત્યારે ગુજરાતમાં પણ રાજસ્થાનવાળી જોવા મળી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે. તો બીજી તરફ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 85 નવજાતના મોત નિપજ્યા છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1235 બાળકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ 253 બાળકો મોતને ભેટ્યા છે.

ગુજરાતના પ્રમુખ શહેરની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે બાળકોના મોત મામલે યોગ્ય તપાસ કરાશે. સમગ્ર રીપોર્ટ સરકાર દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલથી મંગાવામાં આવ્યો છે. દર ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત થાય છે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મેડિકલ સારવાર સારી મળે છે. 

— ANI (@ANI) January 5, 2020

આ અંગે અત્યારે બધી વિગતો મગાવામા આવી છે પ્રાથમિક રીતે ગુજરાતમાં ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત થાય છે અને ૧ લાખે ૮૭ મહિલા મૃત્યુદર છે. છેલા અમુકે વર્ષોમાં સરકારના પ્રયાસથી મૃત્યુદર ઘટ્યો છે. દર વર્ષે ૧૨ લાખ બાળકના સરેરાશ જન્મ થાય છે જેમાંથી ૧ હાજર બાળકે ૩૦ બાળકોના મોત થયા છે અને મોત પાછળ કૃપોષણ મોટો મુદ્દો છે. સાથે જ સરકાર બાળકોના મૃત્યુ દર ઘટાડવા સરકાર પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ સંવેદનશીલ અને ચિંતાજનક સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યુ હતું.

* કુપોષણમાં રહેણીકરણી, ખોરાક ઘણું બધું અસર કરતું હોય છે
* અભ્યાસમાં બહાર આવ્યું છે કે માંસાહાર કરતા લોકોને પ્રોટીન વધુ મળે છે
* ગુજરાતમાં મોટે ભાગે શાકાહારી વસ્તી છે
* રાજકોટ અને મોરબીમાં સ્થાનિક ની સાથે બહાર થી આવેલી માતાઓ પણ મોટા પ્રમાણ માં દાખલ થાય છે
* સરકારના અનેક પ્રયાસો છતાં લોકોની રહેણીકરણી અને ખોરાક ની અસર કુપોષણ માં દેખાય છે
* જનજાગૃતિ ઓછી છે 
* પુખ્તવય ની માતાઓમાં તંદુરસ્તી નો અભાવ 
* બાળકને માતાનું દૂધ મળવું જરૂરી છે જે નવા જમાનાની માતાઓમાં ઓછું થઈ ગયું છે
* કોંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર નથી 
* કોટા ના બનાવ પર થી ધ્યાન હટાવવા મુદ્દો ગુજરાત તરફ વાળ્યો હોય એવું લાગી રહ્યું છે 
* તમે રાજસ્થાનની કાળજી રાખો 
* રાજસ્થાનના દર્દીઓ શા માટે સારવાર માટે ગુજરાત આવવું પડે છે 
* મધ્યપ્રદેશ ના દર્દીઓ શા માટે ગુજરાત આવે છે એનો જવાબ આપે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news