કોરોના કાળમાં સેમેસ્ટર પ્રથારદ્દ કરવા માટેની માંગે ફરી એકવાર માથુ ઉચક્યું

કોરોનાની મહામારીની આડમાં ફીર એકવાર સેમેસ્ટર પ્રથા રદ્દ કરવા માટેની માંગ ફરી એકવાર ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મોટા ભાગનાં વિદ્યાર્થીઓને પ્રમોશન આપી દેવામાં આવ્યો છે. જો કે કેટલાક વિષયોની બાકી પરીક્ષા આગામી વર્ષે લેવાશે ત્યારે વિદ્યાર્થીઓ તે સેમેસ્ટરની પરીક્ષાની તૈયારી કરશે કે વર્ષની બાકી રહેલી પરીક્ષાની તૈયારી કરશે તે મુદ્દે ગુંચવાડો પેદા થશે. વિદ્યાર્થીઓ તે અંગે તૈયારી કરી રહ્યા છે. કોરોના મહામારીના કારણે યુનિવર્સિટીઓનાં શિક્ષણમાં સુધારો થાય તે જરૂરી છે. 
કોરોના કાળમાં સેમેસ્ટર પ્રથારદ્દ કરવા માટેની માંગે ફરી એકવાર માથુ ઉચક્યું

ગૌરવ પટેલ/અમદાવાદ : કોરોનાની મહામારીની આડમાં ફીર એકવાર સેમેસ્ટર પ્રથા રદ્દ કરવા માટેની માંગ ફરી એકવાર ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મોટા ભાગનાં વિદ્યાર્થીઓને પ્રમોશન આપી દેવામાં આવ્યો છે. જો કે કેટલાક વિષયોની બાકી પરીક્ષા આગામી વર્ષે લેવાશે ત્યારે વિદ્યાર્થીઓ તે સેમેસ્ટરની પરીક્ષાની તૈયારી કરશે કે વર્ષની બાકી રહેલી પરીક્ષાની તૈયારી કરશે તે મુદ્દે ગુંચવાડો પેદા થશે. વિદ્યાર્થીઓ તે અંગે તૈયારી કરી રહ્યા છે. કોરોના મહામારીના કારણે યુનિવર્સિટીઓનાં શિક્ષણમાં સુધારો થાય તે જરૂરી છે. 

કોંગ્રે પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સુધારાની માંગણી કરી છે. 2020-21ના શૈક્ષણિક વર્ષમાં સેમેસ્ટર પ્રથા રદ્દ કરવા માટેની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત નહી કરવા માટે પણ જણાવ્યું છે. સેમેસ્ટરમાં પરીક્ષા અને ગત્ત વર્ષની પરીક્ષા વિદ્યાર્થી માટે ખુબ જ દુષ્કર સાબિત થશે. એક વર્ષ માટે વાર્ષિક પરીક્ષા પદ્ધતી દાખલ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટીઓનાં બોર્ડ ઓફ સ્ટડીઝનાં સત્તા મંડળો દ્વારા પરિસ્થિતીને ધ્યાને લઇને યોગ્ય નિર્ણય લેવા માટેની અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે લાંબા સમય સુધી વિવિધ યુનિવર્સિટી દ્વારા વિવિધ પરીક્ષાઓ યોજવા અંગે અસમંજસની સ્થિતી રહી હતી. આખરે મોટા ભાગની યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ કાં તો રદ્દ કરવામાં આવી હતી અથવા તો પછીથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. કેટલીક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા હતા. તેવી સ્થિતીમાં આગામી શૈક્ષણીક વર્ષમાં સેમેસ્ટર પ્રથા યોગ્ય નહી હોવાનું મનીષ દોષીએ જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news