સુરત: મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નરને સસ્પેંડ કરવાની માંગ, લગાવ્યો વિચિત્ર આરોપ
શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ડી. એન.પટેલ સામે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. આરોપ છે કે મુસ્લિમ સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો જ્યારે CAAના વિરોધમાં કાર્યક્રમની પરવાનગી લેવા ગયા હતા. ત્યારે જોઈન્ટ પોલીસ કમિશ્નર પટેલે મુસ્લિમ સમાજના લોકોને બાંગ્લાદેશી અને પાકિસ્તાની કહીને સંબોધ્યા હતા તેવો આક્ષેપ છે. આ ગંભીર આરોપોને લઈ આજે બન્ને સમાજના લોકો આજે પટેલને સસ્પેન્ડ કરવાની માંગ સુરત જિલ્લા કલેકટર મારફતે સરકારને કરી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ડી. એન.પટેલ સામે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. આરોપ છે કે મુસ્લિમ સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો જ્યારે CAAના વિરોધમાં કાર્યક્રમની પરવાનગી લેવા ગયા હતા. ત્યારે જોઈન્ટ પોલીસ કમિશ્નર પટેલે મુસ્લિમ સમાજના લોકોને બાંગ્લાદેશી અને પાકિસ્તાની કહીને સંબોધ્યા હતા તેવો આક્ષેપ છે. આ ગંભીર આરોપોને લઈ આજે બન્ને સમાજના લોકો આજે પટેલને સસ્પેન્ડ કરવાની માંગ સુરત જિલ્લા કલેકટર મારફતે સરકારને કરી હતી.
શાહીન બાગની જેમ CAA ના વિરોધ માટે સુરત ખાતે કાર્યક્રમની પરવાનગી માટે મુસ્લિમ સમાજ અને દલિત સમાજના આગેવાનો ઇન્ચાર્જ પોલીસ કમિશનર અને શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર ડી.એન.પટેલ પાસે ગયા હતા. આરોપ લગાડવામાં આવ્યા છે કે, રજુઆત કરવા ગયેલા લોકો સાથે અયોગ્ય વર્તન કરી પટેલે બાંગ્લાદેશી - પાકિસ્તાની કહી અપમાનિત કર્યા હતા. આ મુદ્દે અગાઉ ઇન્ચાર્જ સીપી સામે સરકારમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગૃહમંત્રીને જમીયતે ઉલેમા એ હિન્દ દ્વારા ફરિયાદ કરાઈ હતી.
આજે પટેલને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે મુસ્લિમ સમાજના આગેવાનો કલેકટર કચેરી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ તમામ આગેવાનો કાર્યક્રમની પરવાનગી લેવા ડી. એન. પટેલ પાસે ગયા હતા ત્યારે તમામના મોબાઇલ ફોન બહાર મુકાવવામાં આવ્યા હતા. જોકે પોતાની ઉપર લાગેલા આરોપોને લઈ ડી. એન. પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપો અંગે જે પણ સત્ય છે તે સબંધિત વિભાગને જણાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે