હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, 11 ઉમેદવારોની જીત
સાબરકાંઠા જિલ્લાની સહકારી સંસ્થાઓ પૈકીની અગ્રણી સંસ્થા હિમતનગરની (Himatnagar) નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું (Citizen Cooperative Bank Election) પરિણામ જાહેર થયું.વિકાસ પેનલના 13 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો વિજેતા થયા હતા
Trending Photos
શૈલેષ ચૌહાણ/ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાની સહકારી સંસ્થાઓ પૈકીની અગ્રણી સંસ્થા હિમતનગરની (Himatnagar) નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું (Citizen Cooperative Bank Election) પરિણામ જાહેર થયું.વિકાસ પેનલના 13 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો વિજેતા થયા હતા. તો 13 ડિરેક્ટર્સમાં 6 પૂર્વ ડિરેક્ટર્સ સાથે નવા 7 ચહેરા વિજયી થયા હતા.
સાબરકાંઠા જિલ્લાની (Sabarkantha) સહકારી સંસ્થાઓ પૈકીની અગ્રણી સંસ્થા હિંમતનગર નાગરિક સહકારી બેંકની (Himmatnagar Citizen Cooperative Bank) ચૂંટણી અને મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. હિંમતનગર નાગરિક સહકારી બેંકની 13 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેનું મોડી રાત્રીએ પરિણામ જાહેર કરાયું હતું. 28 ઉમેદવારોએ 13 બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. બેંકના 39707 સભાસદો પૈકીના 9887 સભાસદોએ 13 બેઠક માટે મતદાન કર્યું જેની મત ગણતરી મોડી રાત્રે હાથ ધરવામાં આવી હતી અને બાદમાં પરિણામ જાહેર થયું હતું. જેમાં વિકાસ પેનલના 13 ઉમેદવારો પૈકીના 11 ઉમેદવારોની જીત થઈ હતી.
હિંમતનગર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં (Election) 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સામાન્ય વિભાગમાં 10 બેઠક માટે 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અનામત વિભાગમાં 1 બેઠક માટે 2 ઉમેદવારો અને મહિલા વિભાગની 2 બેઠક માટે 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. એક મહિલા સહિત 6 પૂર્વ ડિરેક્ટરોએ ચૂંટણીમાં ઝપલાવ્યું હતું. તો બીજી તરફ 22 નવા ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન સમયે અનેક વાર ઇવીએમ મશીન ખોટકાવાના બનાવો પણ સામે આવ્યા હતા. તો બીજી તરફ ઇવીએમમાં ગડબડી થતી હોવાનો પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. પરંતુ શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન અને મતગણતરી પૂર્ણ થઈ હતી.
અંદાજીત 300 કરોડનો બિઝનેશ ધરાવતી હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલના 13 ઉમેદવારો પૈકીના 11 ઉમેદવારો વિજેતા થયા છે. મતદાનના શરૂઆતના તબક્કામાં માહોલ ગરમાયો હતો. પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પણ પૂર્ણ થઈ છે.
વિજયી ઉમેદવારો
સામાન્ય વિભાગ
1. નલીનકુમાર રમણલાલ પટેલ 7553 મતો (પૂર્વ ડિરેક્ટર્સ)
2. નલીનકુમાર મોહનભાઈ પટેલ 7499 મતો (પૂર્વ ડિરેક્ટર્સ)
3. દિનેશકુમાર ચંદુલાલ મહેતા 7420 મતો (પૂર્વ ડિરેક્ટર્સ)
4. પ્રવીણકુમાર અંબાલાલ પ્રજાપતિ 6866 મતો
5. દિલીપકુમાર જયંતીલાલ શાહ 6600 મતો (પૂર્વ ડિરેક્ટર્સ)
6. દિગ્વિજયસિંહ રણજીતસિંહ ચાવડા 6482 મતો
7. હિરેનકુમાર નવીનચંદ્ર ગોર 6458 મતો (પૂર્વ ડિરેક્ટર્સ)
8. રાજેષકુમાર ચીનુભાઈ અમીન 6245 મતો
9. કેતનકુમાર નારાયણદાસ મોદી 5978 મતો
10. રાકેશ માંગીલાલ સોની 5710 મતો
આ પણ વાંચો:- DIGITAL PAYMENT: જો ઘરની બહાર નીકળ્યા છો તો રોકડ અચૂક રાખજો!... અહીં નહીં ચાલે તમારા ડિજિટલ વ્યવહાર
મહિલા વિભાગ
1. કપીલાબેન ભરતભાઈ પટેલ 6294 મતો
2. કલ્પનાબેન દેવેશભાઈ પટેલ 5676 મતો (પૂર્વ ડિરેક્ટર્સ)
અનામત વિભાગ
1. શશીકાંત ગોવિંદભાઈ સોલંકી 6398 મતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે