હોસ્પિટલમાં મૃતદેહોની અદલાબદલી : અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ ખૂલી પોલ

Dead Body Exchange : વડોદરાની SSG હોસ્પિટલની સામે આવી ઘોર બેદરકારી... પોસ્ટ મોર્ટમ વિભાગમાં મૃતદેહોની થઈ ગઈ અદલા-બદલી... અન્ય પરિવારે મૃતક નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા...

હોસ્પિટલમાં મૃતદેહોની અદલાબદલી : અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ ખૂલી પોલ

Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. નિત્યાનંદ ગુપ્તાની ડેડબોડી અન્ય પરિવારને સોંપી દેતા વિવાદ થયો છે. નિત્યાનંદ ગુપ્તા નામના શખ્સનો મૃતેદ અન્ય પરિવારને સોંપી દેતા તેઓએ તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ગઈકાલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડેડબોડી ઓલ્ડ સ્ટોરેજ રૂમમાં મૂકવામાં આવી હતી. હાલ સમગ્ર મામલો બહાર આવતા કડકમાં કડક પગલાં ભરવા પરિવારે માંગ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોરવાના વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુખાવો થતાં ગોત્રી હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 4.30 વાગે લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં મુક્યો હતો. નિત્યાનંદ ગુપ્તાનાં અન્ય સગાંસંબંધીઓ બહાર હોવાથી સવારે અંતિમવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે નિત્યાનંદ ગુપ્તાનાં પરિવારજનો કોલ્ડસ્ટોરેજ ખાતે પહોંચતાં અન્ય મૃતદેહ જોઈ ચોંકી ઊઠ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને મૂક્યા પછીની જે પાવતી જોઈ પછી ખુલાસો થયો કે મૃતદેહ અન્ય પરિવારને સુપરત કરવામાં આવ્યો છે.

આ બાદ ગુપ્તા પરિવારે હોબાળો કર્યો હતો. અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી કઈ રીતે થઈ શકે. ગુપ્તા પરિવાર જ્યારે પોતાના સ્વજનનો મૃતદેહ લેવા પહોચ્યા હતા ત્યારે મૃતદેહ ગાયબ થયો હતો. 
 

આ સમગ્ર ઘટનાને પગલે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐયરે જણાવ્યું હતું કે એક મૃતદેહને બદલે બીજો મૃતદેહ સોંપાઈ ગયો છે, જે ગંભીર બાબત છે. એક પરિવારે નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને પોતાના પરિવારજન તરીકે ઓળખ કરી હતી. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છે. નિત્યાનંદ ગુપ્તા અને પરિમલ દવે નામની વ્યક્તિઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં થાય છે, સાથે એસ.એસ.જી.હોસ્પિટલમાં સ્ટાફ પણ પ્રક્રિયા કરતા હોય છે. સિસ્ટમ બહુ જ વ્યવસ્થિત છે છતાં આ ઘટનાને લઇ ગંભીર તપાસ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news