પાકિસ્તાને UAE ના નામે ગુજરાતમાં ઘૂસાડ્યા 1600 ટન ખજૂર, 100 કરોડની ડ્યુટી ચોરી પકડાઈ

પાકિસ્તાનની ચાંપતી નજર ગુજરાતના દરિયાઈ માર્ગે છે. પાકિસ્તાન ગુજરાતના દરિયાઈ માર્ગે અનેક વસ્તુઓની હેરાફેરી કરતુ નથી. ડ્રગ્સ બાદ પાકિસ્તાને ગુજરાત દરિયાઈ માર્ગે ખજૂર ઘૂસાડવાનો પ્રયાસ કર્યો છે. જામનગર કસ્ટમ દ્વારા પીપાવાવ પોર્ટ પરથી ખજૂરના 80 જેટલા પાકિસ્તાની કન્ટેનર ડિટેઇન કરાયા છે. આશરે 100 કરોડની ડ્યુટી ચોરી ઝડપાઈ છે. 1600 ટન ખજૂર ડિટેઇન કરવામાં આવી છે. 
પાકિસ્તાને UAE ના નામે ગુજરાતમાં ઘૂસાડ્યા 1600 ટન ખજૂર, 100 કરોડની ડ્યુટી ચોરી પકડાઈ

મુસ્તાક દલ/જામનગર :પાકિસ્તાનની ચાંપતી નજર ગુજરાતના દરિયાઈ માર્ગે છે. પાકિસ્તાન ગુજરાતના દરિયાઈ માર્ગે અનેક વસ્તુઓની હેરાફેરી કરતુ નથી. ડ્રગ્સ બાદ પાકિસ્તાને ગુજરાત દરિયાઈ માર્ગે ખજૂર ઘૂસાડવાનો પ્રયાસ કર્યો છે. જામનગર કસ્ટમ દ્વારા પીપાવાવ પોર્ટ પરથી ખજૂરના 80 જેટલા પાકિસ્તાની કન્ટેનર ડિટેઇન કરાયા છે. આશરે 100 કરોડની ડ્યુટી ચોરી ઝડપાઈ છે. 1600 ટન ખજૂર ડિટેઇન કરવામાં આવી છે. 

પીપાવાવ પોર્ટ ખાતે 500 કન્ટેનર અને ક્લિયરન્સ આપ્યા બાદ કસ્ટમને શંકા ગઈ હતી. જામનગર પ્રિવેન્ટીવ કસ્ટમ કમિશનર ડો.રામનિવાસ દ્વારા પોર્ટ પર ડ્યુટી ચોરી કે ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઝડપવા માટે આકરી સૂચના આપી હતી. જામનગર કસ્ટમ હેડકવાર્ટરના સુપ્રિન્ટેન્ડેટે એ.કે.સિંઘે જણાવ્યું કે, ભારતમાં ખજૂરના વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફન્ડિંગ પણ કરતા હોવાની આશંકા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news