Dantiwada: ગુંદરીમાં એક જ પરિવારમાં શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સીના 7 કેસ, 2ના મોત
બ્લડ સેમ્પલ તેમજ યુરીન સેમ્પલ કલેક્શન કરી લોહીમાં શંકાસ્પદ એપીડેમિક ડ્રોપ્સી (Epidemic Dropsy) માટે FSL રિપોર્ટ કરવા માટે પ્રોસેસ હાથ ધરી હતી.
Trending Photos
અલ્કેશ રાવ, પાથાવાડા: દાતીવાડા તાલુકાના ગુદરી (Gundari) ગામમાં આકોલીયા પરિવારમાં સાત સભ્યોમાં શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સી (Epidemic Dropsy) ના લક્ષણો જોવા મળ્યા હતા તેમાં બે વ્યક્તિઓના મોત (death) થયા છે. પરિવારમાં નવીન પ્રકારના લક્ષણો જોવા મળતા ગામના સભ્યો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરાતા દાતીવાડા તાલુકા આરોગ્યની ટિમ ત્વરિત એક્શનમાં આવી ઉપલા અધિકારીઓને જાણ કરી તેમજ બહારથી વધુ ટીમ બોલાવી કામગીરી હાથ ધરી હતી.
દાતીવાડા (Dantiwada) તાલુકાના ગુદરી ગામમાં ગેમરાજી આકોલીયા પરિવારમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિવારના સભ્યોમાં પગે સોજા, તાવ તેમજ ડાયેરિયા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારે તેમાં થોડાક દિવસ પહેલાં કુટુંબની એક સ્ત્રી શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સીનો ભોગ બનતા થોડા દિવસ પહેલાં મૃત્યુ થયું હતું. એક સ્ત્રીનું ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર સહીત ગામમાં શોકની લાગણી પ્રવર્તી હતી.
શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સી (Epidemic Dropsy) વિશે દાતીવાડા (Dantiwada) તાલુકા આરોગ્ય વિભાગને જાણ થતાં આરખી PHC ના તબીબ ડો.સુનીલ સોલંકી સહીત તેમણી ટીમ દ્વારા ગુરુવારે ગુદરી ગામમાં જઈ પિડીત પરિવારને મળી તપાસ કરતાં શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સીના લક્ષણો જોવા મળ્યા હતા. ઉપલા અધિકારીઓ સાથે પરામર્શ કરતાં તાલુકા આરોગ્ય અધિકારી ડો ઉર્વેશ ઝવેરી અને જીલ્લા એપેડેમિક અધીકારી ડો સુનીલ ગર્ગ પણ ગુદરી ગામમાં આવી પહોંચ્યા હતા.
શુક્રવારે દાતીવાડા (Dantiwada) તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગુદરી (gundari) ગામમાં ડોર ટુ ડોર.સર્વેની કામગીરી હાથ ધરી કોઇને પણ એપેડેમિક ડ્રોપ્સીના લક્ષણો નથી તેણી તપાસ હાથ ધરી હતી. તેમજ પાલનપુર ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા પણ ગુદરી ગામમાં આવી પિડીત પરિવારના ધરેથી રાયડાના દાણા તેમજ જે દાણા માથી તેલ પિસાયુ હતું.
ખોરાકમાં ઉપયોગ કર્યા હતો તેના સેમ્પલ એકઠા કરી તેલના તમામ પ્રકારના FSSAI ના ગુણવત્તા આધારિત ટેસ્ટ કરવા માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવાની પ્રોસેસ કરી એક દિવસ બાદ તેલમાં કંઈ પ્રકારની ખામી છે તે જાણવા મળછે ત્યારબાદ વધુ જાણી શકાશે.
ત્યારબાદ શુક્રવારના રોજ સ્ટેટ એપેડેમિક બ્રાન્ચના અધિકારીઓ પણ ગુદરી ગામમાં આવી પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સી (Epidemic Dropsy) ના સોર્સ શોધવાની તજવીજ કરી હતી. તેમજ બિમારી ક્યા કારણોસર સર થઇ કેવીરીતે ફેલાઈ આને વધુ ન ફેલાય તેમજ આ તેલના કારણે બીજા કોઇ વ્યક્તિમાં આ પ્રકારની બિમારી નથી તેણી તપાસ કરી હતી.
તેમજ ધારપુર મેડીકલ કોલેજની ટીમ પણ મેડીકલ ફિઝીશિયન, કમ્યુનિટી મેડિશિનના અધિકારી અને પેથોલોજીસ્ટની ટીમ પણ ગુદરી ગામમાં આવીને તબીબ દ્વારા પિડીત પરિવારના સભ્યોની ચકાસણી કરી તેમણી સારવાર ની ફાઈલ ચેક કરી સલાહ સુચન આપવામાં આવ્યા હતાં.
તેમજ ધારપુર રેપિડ રિસ્પોન્સ ટિમ દ્વારા બ્લડ સેમ્પલ તેમજ યુરીન સેમ્પલ કલેક્શન કરી લોહીમાં શંકાસ્પદ એપીડેમિક ડ્રોપ્સી (Epidemic Dropsy) માટે FSL રિપોર્ટ કરવા માટે પ્રોસેસ હાથ ધરી હતી. તેમાં કેટલાક રિપોર્ટ ધારપુર મેડિકલ કોલેજમાં તેમજ કેટલાક રિપોર્ટ અમદાવાદ લેબોરેટરી મોકલવામાં આવે છે. તેમજ પિડિત પરિવારના પાંચ સભ્યોને ધારપુર મેડીકલ ફિઝીશિયનની સલાહ મુજબ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શંકાસ્પદ પિડીત ના નામ
1. ગેમરાજી રેવાજી આકોલીયા
2. ગીતાબેન ગેમરાજી આકોલીયા
3. દિનેશભાઈ ગેમરાજી આકોલીયા
4. કેતન ગેમરાજી આકોલીયા
5. પુજાબેન ગેમરાજી આકોલીયા.
મૃતક પિડીત ના નામ
1.જ્યોતિ બેન દિનેશભાઇ આકોલીયા
2.આરતી બેન ગેમરાજી આકોલીયા.
એપેડેમિક ડ્રોપ્સી શુ છે ?
એપેડેમિક ડ્રોપ્સી રાઈના તેલમાં આર્ગેમોના મેક્સિકાના નામની જંગલી વનસ્પતિના બીજના તેલની ભેળસેળ ના કારણે થતી બિમારી છે.
રાઈના તેલમાં કેવી રીતે ભેળસેળ થાય છે?
1. ભેળસેળ આકસ્મિક કે ઈરાદા પૂર્વક થાય છે.
2. આર્ગેમોના મેક્સીકાના દેખાવ.રાઈના બીજ જેવો હોય છે.
3. રાઈના ખેતરમાં એટલે કે રાયડાના પાકમા જંગલી ધાસ તરીકે ઉગી નિકળે છે.
4. આ બંનેનો છોડ એક સમયે જ પરિપક્વ થાય છે.
5. લણણી વખતે આર્ગેમોના બીજ રાઈના બીજ સાથે મિક્ષ થઇ જાય છે.
આર્ગેમોના તેલમાં સેન્ગ્વીનેરિયન નામનુ ઝેરી રસાયણ આવેલ હોય છે.
લક્ષણો
1 .બંને પગે સોજા આવવા.
2.ઝાડા.
3.શ્વાસ લેવામાં તકલીફ
4.ઝામર
5.હ્રદય ની તકલીફ.
એપિડેમિક ડ્રોપ્સીની સારવાર પદ્ધતિ
1.દુષિત તેલનો શરીર માથી નિકાલ કરવો.
2.સંપૂર્ણ આરામ કરવો,પગ ઊચા રાખીને સુવુ અને પોષ્ટીક આહાર લેવો.
3. લક્ષણ આધારિત સારવાર કરવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે