કુકને માર મારનાર દમણ ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલનો પુત્ર 60 દિવસે પોલીસના હાથમાં આવ્યો

પિતાના રાજકીય વગનો ઉપયોગ કરીને દાદાગીરી કરતા ભાજપા નેતાના પુત્રની કરતૂત સામે આવે છે. હોટલના કુકને માર મારીને તેને કરંટ આપવાના મામલામાં દમણ પોલીસે દમણ ભાજપ પ્રમુખના પુત્રની ધરપકડ કરી છે. 

કુકને માર મારનાર દમણ ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલનો પુત્ર 60 દિવસે પોલીસના હાથમાં આવ્યો

જય પટેલ/દમણ :પિતાના રાજકીય વગનો ઉપયોગ કરીને દાદાગીરી કરતા ભાજપા નેતાના પુત્રની કરતૂત સામે આવે છે. હોટલના કુકને માર મારીને તેને કરંટ આપવાના મામલામાં દમણ પોલીસે દમણ ભાજપ પ્રમુખના પુત્રની ધરપકડ કરી છે. 

શું ઘટના બની હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલની દમણ પોલીસે ધરપકડ કરી છે. હેમરાજ ટંડેલના કુક મુકેશ મલિકે તેના પર આરોપ મૂક્યો છે કે, હેમરાજે ટંડેલે તેના પર ચોરીની શંકા રાખી તેને માર માર્યો હતો, તેમજ કરંટ આપ્યો હતો. મુકેશ મલિક હેમરાજની હોટલ સી પ્રિન્સેસમાં કૂક તરીકે કામ કરતો હતો. ત્યારે 26 ફેબ્રુઆરીના રોજ હેમરાજે મુકેશને હોટલ સી વ્યૂમાં લઈ જઈને માર માર્યો હતો, અને બાદમાં ઈલેક્ટ્રિક શોક આપ્યો હતો. જેની ફરિયાદ કુકએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે 6૦ દિવસ પછી હેમરાજ ટંડેલ પોલીસના હાથે લાગ્યો હતો. હેમરાજે આગોતરા જામીન અરજી કરીને હતી, જે કોર્ટે માન્ય રાખી ન હતી. 

GopalTandel.JPG

દમણ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલ

પોલીસએ આરોપીને કોર્ટમાં રજૂ કરી કોર્ટ યર 14 મે સુધી કસ્ટડીની સજા ફટકારી છે. આમ, એક નેતા પુત્રને પોતાના પાવરથી ગરીબ લોકો પર રોફ ઝાડવું ભારે પડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news