હવે દમણમાં ફરવા જાઓ તો આ જગ્યાએ ખાસ જજો, મહાકાય શિવ જોવા મળશે
Daman Tourism : દમણમાં હવે ફરવાની સાથે સાથે મહાકાય શિવ ભગવાનની મૂર્તિની પણ પૂજા કરો... પ્રવાસીઓ જોઈ શકે તે રીતે આ મૂર્તિ મૂકાઈ છે
Trending Photos
Gujarat Tourism નિલેશ જોશી/દમણ : સંઘપ્રદેશ દમણ દરિયા કિનારાને કારણે અત્યાર સુધી પર્યટન સ્થળ તરીકે જાણીતું બન્યું હતું. દમણના દરેક કિનારે દેશભરમાંથી પર્યટકો હરવા ફરવા આવતા હતા. જોકે હવે દમણના દરિયા કિનારે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. દમણમાં દરિયા કિનારે આવેલા સ્મશાન ભૂમિમાં વિશાળકાય ભગવાન શિવની પ્રતિમા બનાવવામાં આવી છે. જે પર્યટકોને આકર્ષી રહી છે. સામાન્ય રીતે લોકો સ્મશાન ભૂમિમાં જતા ડરતા હોય છે. પરંતુ આ સ્મશાન ભૂમિમાં આધુનિક સુવિધાઓની સાથે ભગવાન શિવની મહાકાય પ્રતિમા સાથે બનાવ્યું હોવાથી હવે દમણનું આ દરિયા કિનારે આવેલું મુક્તિધામ પર્યટન સ્થળ તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે.
રાજ્યના પડોશમાં આવેલું દમણ જાણીતું પર્યટન સ્થળ છે. દરિયા કિનારે આવેલું હોવાથી અને દારૂની છૂટ હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આખું વર્ષ ફરવા આવતા હોય છે. જો કે અત્યાર સુધી દમણ ના ઐતિહાસિક કિલ્લાઓ અને દરિયાકિનારો જ પરેટકો ને આકર્ષો હતો. જોકે હવે એક સ્મશાન ભૂમિ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દરિયા કિનારા વિસ્તારમાં થયેલા ઐતિહાસિક વિકાસના કામોને કારણે દમણના દરેક કિનારાની શકલસુરત ફરી ગઈ છે. અત્યારે દમણના દરિયે કિનારે બનેલા નમો પથ સીફેસ રોડ અને રામસેતુનો વિકાસ થયો હોવાથી દમણનો દરિયા કિનારો વિદેશના દરિયા કિનારે ટક્કર મારે તેટલો સુંદર લાગી રહ્યો છે. આથી દેશભરમાંથી પરેડકો દમણ ફરવા આવતા હતા.
શિવની ધ્યાન મુદ્રામાં બેસેલી પ્રતિમા બની આકર્ષણ
અત્યાર સુધી દમણના દરેક કિનારો જ પર્યટકોને આકર્ષતો હતો. પરંતુ હવે દરિયા કિનારે આવેલા એક સ્મશાન ભૂમિ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દમણના આ મુક્તિધામમાં ભગવાન શિવની વિશાળકાય મૂર્તિ બનાવવામાં આવી છે. 15 ફૂટના પ્લેટફોર્મ પર 51 ફૂટ ઊંચી ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં બેસેલી પ્રતિમા બનાવવામાં આવી છે. અંદાજે સવા કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમા બનાવવા 6 મહિનાથી વધુ સમય લાગ્યો હતો. આ સ્મશાન ભૂમિને પણ આધુનિક સુવિધા સાથે સજ્જ કરવામાં આવી છે. સ્મશાન ભૂમિમાં ગેસ આધારિત સગડીની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ સ્મશાન ભૂમિમાં બગીચો બનાવવામાં આવ્યો છે. અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેનાથી ઓનલાઇન સ સ્ટ્ટ્રીમિંગ પણ કરવામાં આવે છે.
મુક્તિધામના ટ્રસ્ટી ભરતભાઈ જણાવે છે કે, આથી દમણ કે દમણથી બહાર કે વિદેશમાં વસતા પરિવારો પણ પોતાના સ્વજનની અંતિમવિધિ વિદેશમાં બેઠા બેઠા ઓનલાઈન નિહાળી શકે તે માટે પણ ટ્રસ્ટ સુવિધા ઊભી કરવામાં આવી છે. આમ દમણના દરિયા કિનારે આવતા પર્યટકો અચૂક રીતે મૂર્તિથી આકર્ષાઈ અને સ્મશાન ભૂમિમાં આવતા થયા છે.
સ્મશાન ભૂમિનો ડર નીકળી ગયો
સામાન્ય રીતે સ્મશાન ભૂમિમાં જવું કોઈને પસંદ નથી હોતું. ડર શ્મશાનભૂમિમાં જતા લોકો ડર અનુભવે છે. આ સ્મશાન ભૂમિ પણ અગાઉ વેરાન હતી. આજુબાજુ જંગલ ઝાળી હતા. આથી દિવસે પણ અહીં આવતા લોકો ડર અનુભવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દમણના દરિયા કિનારે થયેલા વિકાસના કામોને કારણે હવે પર્યટકો આ દરિયા કિનારા સુધી આવતા થયા છે. હવે મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકો અને સરકારના સહયોગથી ભગવાન શિવની વિશાળકાય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આથી દમણ આવતા લોકો આ વિશાળકાય મૂર્તિ જોઈ અને આકર્ષાય છે. અને અચૂક પણે સ્મશાનભૂમિમાં આવી અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આમ લોકોમાં સ્મશાન ભૂમિમાં પ્રત્યેનો જે ડર હતો તે પણ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. અને દમણનું આ મુક્તિધામ હવે પર્યટન સ્થળની સાથે આસ્થા નું પણ કેન્દ્ર બની રહ્યું છે.
દમણની આ સ્મશાન ભૂમિમાં ગાર્ડન અને ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં બેસેલી આ પ્રતિમા પર્યટકોને આકર્ષી રહી છે. આથી અત્યાર સુધી જે પરેટકો દમણના દરેક કિનારે અને ઐતિહાસિક સ્થળો પર ફરવા આવતા હતા તે પર્યટકોમાં પણ હવે આ એક નવું આકર્ષણ ઊભું થયું છે .અને લોકો સ્મશાન ભૂમિ સુધીમાં પરિવાર સાથે જઈ રહ્યા છે. આથી દમણનું આ સ્મશાન ભૂમિ હવે પર્યટનની સાથે આસ્થાનું પણ કેન્દ્ર બની રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે