લોકરક્ષક દળની પરીક્ષામાં સામે આવ્યો છબરડો, પ્રશ્નપત્ર નિકળ્યું કોરું
આમ તો લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. પરંતુ દોહોદ જિલ્લામાં મોટો છબરડો સામે આવ્યો છે. દાહોદના લીમડી ગામે પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થિની પેપર અડધુ કોરૂ નીકળ્યું છે. જેને કારણે વિદ્યાર્થિની અડધુ પેપર જ લખી શકી હતી.
Trending Photos
હરીન છલીહા/દાહોદ: આમ તો લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. પરંતુ દોહોદ જિલ્લામાં મોટો છબરડો સામે આવ્યો છે. દાહોદના લીમડી ગામે પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થિની પેપર અડધુ કોરૂ નીકળ્યું છે. જેને કારણે વિદ્યાર્થિની અડધુ પેપર જ લખી શકી હતી.
મળી રહેલી માહિતી અનુસાર, રવિવારે એલઆરડીની પરીક્ષા લેવામાં આવી હતી. એક વિદ્યાર્થીની દાહોદના લીમડી ગામે બીપી અગ્રવાલ સ્કૂલમાં પરીક્ષા આપી રહી હતી. તે સમયે તેના પેપરમાં એકથી 23 પ્રશ્ન તો સળંગ આવ્યા, ત્યાર બાદ સીધો 81 નંબરનો પ્રશ્ન આવ્યો. એટલે કે, વચ્ચેના 58 પ્રશ્નો હતા જ નહી. જેને પગલે પરીક્ષાર્થી મુંઝવણમાં મુકાઈ ગઈ હતી, અને તેની પરીક્ષા બગડી છે.
શામળાજી પાસે બની હીટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત
આ અંગે વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું પરીક્ષાનું પેપર લખી રહી હતી, તે સમયે 23મા પ્રશ્ન બાદ પેપરમાં સીધો 81મો પ્રશ્ન હતો, આ મુદ્દે મે ક્લાસના ટીચરને જાણ કરી તેમણે સંચાલકને જાણ કરી, પરંતુ તેમણે કહી દીધુ કે, તમારા પેપરમાં જેટલા પ્રશ્ન છે તેનો જવાબ લખો અમારાથી હવે કશુ નહી થાય, અમે પેપર નહી બદલી આપી શકીએ.
અમૂલના પ્લાન્ટમાંથી ચોરી કરી વેચ્યું સવા કરોડનું દૂધ, 8ની ધરપકડ
આ અંગે શાળાના સંચાલકોએ જણાવ્યું કે, એક વિદ્યાર્થિનીના પેપરમાં 1થી 23 પ્રશ્ન બાદ સીધો 81મો પ્રશ્ન હતો, વચ્ચેના 58 જેટલા પ્રશ્નો હતા નહી, તેવી અમને જાણ કરવામાં આવી હતી, પરંતુ આ જાણ 35 મીનીટ બાદ વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થિની જાણ કરી ત્યાં સુધીમાં અન્ય પેપર સીલ કરી પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે