Dahegam Gujarat Chutani Result 2022: દહેગામ બેઠક ઉપર ભાજપના બલરાજસિંહ ચૌહાણનો 16,173 મતથી વિજય

Dahegam Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી મેદાન-એ-જંગમાં સામેલ હોવાને કારણે દરેક બેઠક પર ત્રિ-પાંખિયો જંગ પણ ચર્ચાયો. પણ હવે ચકાસણી એ વાતની કરવાની છેકે, કિસમે કિતના હૈ દમ...ત્યારે જાણો આજે મતપેટી ખુલી અને કોના નસીબમાં મતદારોએ શું લખ્યું? 

Dahegam Gujarat Chutani Result 2022: દહેગામ બેઠક ઉપર ભાજપના બલરાજસિંહ ચૌહાણનો 16,173 મતથી વિજય

Dahegam Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

દહેગામ નવમા રાઉન્ડ ના અંતે  13411 મતે ભાજપ ના બલરાજ સિંહ ચૌહાણ આગળ

દહેગામ બેઠકો પર 6 રાઉન્ડ બાદ ભાજપ ના બલરાજસિંહ ચૌહાણ 5500 મતે આગળ

5 રાઉન્ડ બાદ દહેગામ બેઠક પર ભાજપ 2200 મતે આગળ

Dahegam Gujarat Chunav Result 2022:  દહેગામ વિધાનસભા બેઠક:
ગાંધીનગર જિલ્લામાં આવતી દહેગામ બેઠકનો ચૂંટણી જંગ ખુબ જ રસપ્રદ બની રહેશે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ માટે ચડતો ઉતરતો ક્રમ હંમેશા રહ્યો છે. ત્યારે આ વખતે દહેગામ બેઠક જીતવા તમામ પાર્ટીઓએ ખાસ રણનીતિ બનાવી છે. દહેગામ વિધાનસભા બેઠકમાં એક લાખ જેટલી વસ્તી ધરાવતાં ઠાકોર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ દહેગામ બેઠક પર કુલ 2 લાખ 68 હજાર 562 વસ્તીમાંથી 84.13 ટકા ગ્રામીણ અને 15.87 ટકા શહેરી વસતી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી કુલ વસ્તીના 4.24 અને 0.97 ટકા છે.

2022ની ચૂંટણી-
આ વખતની ચૂંટણીમાં ભાજપે બલરાજસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે વખતસિંહ ચૌહાન અને આમ આદમી પાર્ટીએ સુહાગ પંચાલને ઉમેદવાર બનાવ્યા છે. 

2017ની ચૂંટણી-
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહે કોંગ્રેસના રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહને 10860 જેટલા જૂજ માર્જીનથી હરાવ્યા હતાં.

2012ની ચૂંટણી-
વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર કામીનીબા રાઠોડે ભાજપના ઉમેદવાર રોહિતજી ચંદુજી ઠાકોરને 2297 જેટલા ઓછા મતના અંતરથી હરાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news