ગુજરાતના આ શહેરોમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી

Cyclone Michaung : આજે સવારે આંધ્ર પ્રદેશમાં ટકરાશે વાવાઝોડું,,, છેલ્લા 10 વર્ષનું સૌથી મોટું ભયાનક વાવાઝોડું હશે,,, ઓડિશામાં પણ વાવાઝોડું કરશે મોટાપાયે નુકસાન,,, 10 અને 11 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની આગાહી,,, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી

ગુજરાતના આ શહેરોમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી

Gujarat Weather Forecast : વાવાઝોડું માઈચોંગ તો દક્ષિણ ભારતના દરિયા કાંઠે ટકરાવાનું છે. ખાસ કરીને તમિલનાડુમાં હાહાકાર મચી ગયો છે. ભયાનક વાવાઝોડું આજે તમિલનાડુના દરિયા કિનારે ટકરાશે. ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલા આ વાવાઝોડાની સીધી સાયક્લોનિક અસર ગુજરાત પણ જોવા મળવાની છે. ગુજરાતમાં પણ આ વાવાઝોડાને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે, વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. 

આ જિલ્લાઓમાં માવઠું આવશે 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે સવારે આંધ્ર પ્રદેશમાં વાવાઝોડું ટકરાશે. છેલ્લા 10 વર્ષનું સૌથી મોટું ભયાનક વાવાઝોડું હશે. ઓડિશામાં પણ વાવાઝોડું મોટાપાયે નુકસાન કરશે. જેને પગલે ગુજરાતમાં 10 અને 11 ડિસેમ્બરે માવઠાની આગાહી કરાઈ છે. મિચૌગ વાવાઝોડાની અસરથી તમિલનાડુના ચેન્નઈમાં જળબંબાકાર જેવી સ્થિતિમાં છે. અનેક શહેરોમાં માલ સામાનના ભારે નુકસાન થયું છે. પાણીના ધમસમતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ ગઈ છે. તો આજે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. ભરશિયાળે વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતા વધી છે. આ કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. 

ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી વાવાઝોડાની અસર રહેશે  
ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.

આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી 
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યના એકઆદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. બે દિવસ રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાં છે. માઈચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. આ કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે. 

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. મંગળવારે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આજે નર્મદા ,ભરૂચ, સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news