'ક્યાર' વાવાઝોડાની અસર, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પાકને નુકસાન

ગુજરાતમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે કેર મચાવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં અચાનક હવામાન પલટાયું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. મંગળવારે રાતે સૂરતમાં હવામાનમાં પલટો આવ્યો અને ભારે વરસાદે લોકોની દિવાળીની મજા બગાડી. જનજીવન અત્યંત પ્રભાવિત થયું. સવારથી જ કાળા વાદળો ઘેરાયેલા હતાં. નવસારીમાં પણ સતત વરસાદ વરસ્યો. ખુબ પવન અને આંધી તોફાનથી વરસાદ વરસ્યો. ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામા છે. આ બાજુ અમદાવાદમાં પણ શિયાળાની શરૂઆત થવાની જગ્યાએ હવામાનમાં પલટો થતા વરસાદ વરસ્યો. આ જોતા એવું લાગે છે કે વરસાદ હજુ જવાનું નામ લેતો નથી. 

'ક્યાર' વાવાઝોડાની અસર, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પાકને નુકસાન

અમદાવાદ: ગુજરાતમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે કેર મચાવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં અચાનક હવામાન પલટાયું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. મંગળવારે રાતે સૂરતમાં હવામાનમાં પલટો આવ્યો અને ભારે વરસાદે લોકોની દિવાળીની મજા બગાડી. જનજીવન અત્યંત પ્રભાવિત થયું. સવારથી જ કાળા વાદળો ઘેરાયેલા હતાં. નવસારીમાં પણ સતત વરસાદ વરસ્યો. ખુબ પવન અને આંધી તોફાનથી વરસાદ વરસ્યો. ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામા છે. આ બાજુ અમદાવાદમાં પણ શિયાળાની શરૂઆત થવાની જગ્યાએ હવામાનમાં પલટો થતા વરસાદ વરસ્યો. આ જોતા એવું લાગે છે કે વરસાદ હજુ જવાનું નામ લેતો નથી. 

જુઓ VIDEO

ડાંગ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. સાપુતારા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી સાંજના સમયે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ડાંગર, શેરડી અને નાગલીના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. જામનગર જિલ્લામાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જોડિયા અને લલપુર વિસ્તારોના ગામડાઓમાં વરસાદ છે. સતત વરસાદના કારણે ખેડૂતો ખુબ ચિંતાતૂર બની ગયા છે. 

મોરબી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ટંકારા અને વાકાનેરમાં વરસાદ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે જાણે વરસાદની ઋતુ હોય. રાજકોટના જેતપુરમાં આંધી તોફાન સાથે ભારે વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જામનગરમાં પણ ખુબ  વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયુ છે. ભરૂચમાં પણ વરસાદ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વડીયા, મોરવાડા, અર્જનસુખ, બરવાલા સહિત અનેક ગામોમાં વરસાદ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news