Cyclone Biporjoy: આવી રહેશે વાવાઝોડાની ટકરાવાની પેટર્ન, અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે
Gujarat Cyclone Update : બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ સમયમાં થઈ શકે છે ફેરફાર...હવે આજે સાંજે 5 વાગ્યાને બદલે 6થી રાત્રે 9.30 વાગ્યા સુધી જખૌ પોર્ટ પર ટકરાઈ શકે...વાવાઝોડું 6 કલાક દરિયામાં સ્થિર રહેતા સમયમાં ફેરફાર....
Trending Photos
Gujarat Wether Forecast : 7 કલાક બાદ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો. તેથી જ એટલે જ ગુજરાત માટે આજે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 180 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 કિમી દૂર છે. તો કચ્છના નલિયાથી 210 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી 290 કિમી દૂર છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન લાલે જણાવ્યું કે, આજે સાંજના સમયે જખૌ પોર્ટની નજીક વાવાઝોડું ટકરાશે. જેને કારણે આજે સિવિયર રેન ફોલ થશે. ત્રણ દિવસ વરસાદ રહેશે. આજે ભારે પવન ફૂંકાશે. જેને કારણે કચ્છમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. વાવાઝોડાનો 500 km નો ઘેરાવો રહી શકે છે. જામનગર, કચ્છ અને દ્વારકામાં વધુ અસર રહેશે. વાવાઝોડાની આઈનો ઘેરાવો 50-60 km નો રહેશે.
ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે: દર કલાકે પાંચ કિમી નજીક આવી રહી છે બિપરજોય 'આફત'#biparjoycyclon #CycloneBiparjoyUpdate #BiparjoyAlert #Gujarat pic.twitter.com/XEckmqBscG
— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023
આવી હશે વાવાઝોડાની ટકરાવાની પેર્ટન
વાવાઝોડું ટકરાવાનું છે તે વચ્ચે વાવાઝોડું ટકરાવાની પેટર્ન પર પણ એક નજર કરી લઈએ. નિષ્ણાતોએ આપેલી માહિતી અનુસાર, વાવાઝોડું એક નહિ, બે થપાટ મારવાનું છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે, બે વખત ગુજરાતના દરિયાકાંઠે થપાટ મારશે. વાવાઝોડાના ટકરાવાના જુદા જુદા લેયર હશે. એક-બે લેયર બાદ પવનની ગતિ ઘટી જશે. તેના બાદ ફરીથી પવન ફૂંકાશે.
વાવાઝોડાની ગતિના ત્રણ લેયર હોઈ શકે છે. જેના બાદથી પવનની ગતિ ઓછી થતી જશે. આ વચ્ચે એક ખતરનાક લેયર પણ આવી શકે છે. જેની ગતિ એટલી સ્ટ્રોંગ હશે કે બધુ ખેદાન મેદન પણ કરી શકે છે. આ કરાણે જ લોકોએ ઘરમાઁથી બહાર નીકળવાનું ટાળવાનું હોય છે. વાવાઝોડાનો મુખ્ય ભાગ ટકરાઇ ગયા બાદ પણ તેના પાછળના લેયરથી પણ બચવાની જરૂર છે.
વાવાઝોડના વિવિધ લેયરની ગતિ જુદી-જુદી હોઇ શકે છે. વાવાઝોડાની આંખની ગતિ 2 કિમી, જે બાદ 7 કિમી, 16 કિમી, 22 કિમી, 30 કિમી, એમ લેયર પ્રમાણે ગતિ વધતાં વધતાં 155 કિલોમીટર પ્રતિ કલાકની હોઇ શકે છે. આ તમામ લેયર સતત ફરતાં રહેશે. જેમ વાવાઝોડું આગળ જશે તેમ અલગ-અલગ લેયર ટકરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે